________________
૧૯૦
ઉપમિતિ કથા સારોદ્ધાર સુપત્ની હતી. હું એમને ત્યાં પુત્ર થયો અને મારું નામ
અમૃતદર” રાખવામાં આવ્યું. ધીરે ધીરે હું યૌવનવયને પામે.
એક વખતે ફરવા માટે હું વનમાં ગયા હતા, ત્યાં મેં “સુદર્શન” નામના સુસાધુને દીઠાં હું એમના દર્શનથી ખુશી થયે. સમીપમાં જઈ વંદન કર્યું અને એમણે ધર્મદેશના આપી. મેં શાંતિથી એ અમૃતવાણીનું પાન કર્યું પ્રી સદાગમ પણ ત્યાં જોવામાં આવ્યા.
હે ભદ્ર! જે સદાગમની હું વાત કરું છું. તે આજ મહાનુભાવ છે કે જેની નિશ્રામાં આપણે સૌ બેઠા છીએ.
મુનિ સુદર્શનના ઉપદેશથી મારામાં ભદ્રક ભાવ આવ્યો. દ્રવ્યથી હું શ્રાવકના આકારને ધારણ કરનારે બન્યું. શ્રી નવકાર મહામંત્રને જાપ, પ્રભુ પૂજા વિગેરે ધર્મ કાર્યો પણ દ્રવ્યથી કર્યા. ભુવનપતિમાં :
દ્રવ્યથી ધમી બન્યા પછી ભવિતવ્યતાએ મને નવી ગુટિકા આપી, એના પ્રતાપે હું વિબુધાલયમાં ગયો. વિબુધાલયમાં ભવનપતિ, વ્યંતર, તિષ્ક અને કલ્પવાસી (વિમાનિક ) એમ ચાર પાડાઓ છે. એમાં ભવનપતિના દસ, વ્યંતરત આઠ, તિષ્કના પાંચ અને વૈમાનિકના મુખ્ય બે ભેદ છે.
વિમાનવાસી દેવમાં એક કલ્પસ્થ અને બીજા કલ્પાતીના કહેવાય છે. કલ્પસ્થ દેવેને રહેવાના બાર દેવલોક છે. અને કલ્પાતીતમાં બે અવાંતર ભેદે પડે છે. એમાં પ્રથમ