________________
૧૭૮
ઉપમિતિ કથા સારોદ્ધાર
સંસારમાં કેણુ સદા સ્થિર રહેવાનું છે? પતિ કે પત્નીમાંથી કેઈ તે પહેલા મરણ પામશે જ ને? તું ધર્મમાં ઉદ્યમશીલ થા.
મુનિ અકલંક મને સમજાવવા સુંદર દેશના આપતાં હતા, છતાં હું મદનમંજરીના મૃત્યુ શોકને વિસારી ન શક્ય, મુનિ સામે જ પ્રિયાને યાદ કરી જોર જોરથી રડવા લાગ્યા અને બોલવા લાગે છે પદ્મચને ! તારા વિના મારું જીવન ધૂળ ધાણ છે. અરે ! મદના! તારા વિના જીવીશ કઈ રીતે? વહાલી ! તે ગમે ત્યાં હે પણ અહીં આવી અને મને મળ.
મુનિ અકલકે મને ફરી કહ્યું, અરે ભાઈ ઘનવાહન! આ તું શું કરે છે? નાદાન બાળક જેવું વર્તન તને શેભે ખરું? આવું વર્તન ગાંડાઓને શોભે. તારા જેવા સમજીએ વિચાર કરે ઘટે. ઘન ! તું હળવે થા, ધર્મને યાદ કર, મનને સમજાવ, સંસારની દશાને વિચાર કર, શરીરની અનિત્યતાને સંભાળ, સમજુ થઈ જા, ધીરજ ધર, આત્માને યાદ કર, શોક મૂકી દે.
અરે! પેલા મુનિએ લેકેદરમાં આગ બતાવી હતી તે તું ભૂલી ગયે? અને મદિરાશાળનું દષ્ટાન્ત તને યાદ નથી? પિલી રેટવાળી કથાને વિસરી ગયો છે? બાવાજીના મઠની વાત સ્મૃતિથી દૂર થઈ છે? સંસાર બજારની સ્થિતિ શું તદ્દન તારા જ્ઞાનમાંથી ખસી ગઈ? વિષયના વિષવૃક્ષ ઉપર વાનર બાળના ચિત્તની દશાઓને તું સંભારતે નથી?