________________
૪૩૨
ઉપમિતિ કથા સારોદ્ધાર
સરલની સરલતા :
જનસમુદાય મારા ઉપર ફીટકાર વરસાવવા લાગ્યા. વિશ્વાસઘાતી, ચાર, દુષ્ટ, નાલાયક વિગેરે શબ્દો દ્વારા તિરસ્કાર કરવા લાગ્યા. ચેમેર મારી નિંદા થવા લાગી. નગરરક્ષકાએ મને રિપુસૂદન રાજા પાસે હાજર કર્યાં. રાજાએ મારી નાખવાના આદેશ આપ્યા.
આ આજ્ઞાની સરલશેઠને ખબર પડી. તેઓ તરત જ રાજા પાસે આવ્યા. ઉત્તમ ભેટા ધરી મને જીવતા મૂકવા વિનતિ કરી. અતિ મુશ્કેલીથી મને જીવિતદાન મળ્યું. યમરાજ પાસેથી જીવન મેળવે એમ રાજા પાસેથી જીવન મળ્યું.
રાજાએ સરલશેઠને એનું બધું ધન પાછું આપ્યું અને કહ્યું, હું શેઠ ! આ તારા પુત્ર તારે ત્યાં રહેશે તેા સુધરશે નહિ, એની વ્યવસ્થા મારે ત્યાં થશે. આપ ચિંતા ન કરશે. એને મુક્ત રાખવે ઉચિત નથી.
મારા મિત્ર પુછ્યદય પહેલેથી દિવસે દિવસે દુબળા થતા હતા. તે મારા આ દુચિરત્ર જોઇ મારા ત્યાગ કરી કયાંય જતા રહ્યો. હું પુણ્ય વહેંણા ખની ગયા.
રાજાજ્ઞાના સરલશેઠે સ્વીકાર કર્યા. એ પાતાના ઘરે ગયા. મારે ફરીજીયાત રાજમહેલે રહેવાનું થયું. સ્તેય અને માયા મારી સાથે હતા પણ રાજાસાહેબ તરફથી ઉગ્ર અને કઠાર ક્રેડના ભય હ ંમેશા રહ્યા કરતા હતા. તે ભયથી સ્તેય અને માયા કાંઈક શાંત અન્યા.