________________
૪૧૬
ઉપમિતિ કથા સારદ્વાર
કલ્પના જોડી કાઢી ? આ તે આજે અમે નવું જ સાંભળ્યું. કયા કોષમાંથી શબ્દ જોડણું ઘડી ?
રે રે દુષ્ટ દૂત! જલદી અહીંથી તું ચાલ્યું જા. તમે સૌ પિતાના ઈષ્ટદેવતાનું સ્મરણ કરવા લાગી જાઓ. હમણાં જ તારી પાછળ અમે આવી પહોંચ્યા માની લે. જેવા આવ્યા એવા જ સીધા.
સત્યડૂતને દેકાર બેલાવી સભામંડપમાંથી તગડી મૂકે. મહામહ મહારાજાએ પોતાના સર્વ સૈનિકને સાબદા કર્યા. તૈયાર થવાને આદેશ આપ્યા. પિતાના સમર્થ સેનાનીઓ અને શક્તિશાળી સામગ્રીઓ અને શસ્ત્રસરંજામને તૈયાર કરી યુદ્ધ આપવા ચાલી પડ્યા.
સત્યત ચારિત્રધર્મરાજની સેવામાં આવી ગયું. એણે સર્વ ઘટનાનું નિવેદન યથાસત્ય જણાવી દીધું. ચારિત્રધર્મરાજે યુદ્ધના રણશિંગ ફેંકયા. સર્વ શસ્ત્રસરંજામ લઈ એઓ પણ રણમેદાને જઈ પહોંચ્યા. ચારિત્રધર્મરાજને પ્રભાવ :
ચિત્તવૃત્તિ મહાટવીને છેવટના એક વિભાગમાં બને સેની અફળામણ થઈ. રણશીંગા ફૂંકાવા લાગ્યા. દુષ્ટાભિસંધિ વિગેરે રાજાએ કુરતાપૂર્વક ચારિત્રધર્મના સૈન્યમાં ઘૂસી ગયા. એક પછી એક વીર સેનાનીઓને ખૂરદે બેલા ચાલુ કર્યો. એમની અસહ્ય ક્રૂરતા અને વીરતા આગળ ચારિત્રધર્મના રાજવીઓ નિસ્તેજ થતા ગયા.