________________
સૂરિજીની આત્મસ્થા
૪૩
હાલમાં યુદ્ધ માટેને ચગ્ય સમય જણાતું નથી એટલે સમયની રાહ જોવી શ્રેષ્ઠ છે. અવસરે કરાતી ક્રિયાઓ સફળતાને વરે છે.
સરસેનાપતિ સમ્યગદર્શને જણાવ્યું, મંત્રીશ્વર ! જે એમ જ હોય તે આપણે એક દૂતને એકલીએ. એ ત્યાં સૂચન આપે કે તમારે તમારી મર્યાદાઓનું-સીમાઓનું ઉલ્લંઘન ન કરવું. આટલી સૂચના તે અવશ્ય કરવી જોઈએ ને?
વડા અમાત્ય શ્રી સબધે જણાવ્યું, ભાઈ ! ઉતાવળા ન બને. દૂતના મેકલવાથી આપણને શું લાભ થશે? સમયની રાહ જોઈ હાલ તે સર્વથા મૌન જ રહેવું ઉચિત છે. જાણે આપણે કાંઈ જાણતા નથી, એ દેખાવ આપણને લાભ આપશે.
શ્રી સમ્યગદર્શને ફરી કહ્યું, મહામાત્યજી ! અતિ ભીતિ રાખવી ન શોભે. આવી વાતે કેમ કરે છે ? પેલા દુશ્મન આપણું ઉપર ગમે તેટલા રોષે ભરાય તે પણ આપણું એ શું કરી લેવાના હતા ? આવા ભય કાં રાખે છે?
આર્ય ! આપણે દૂતને એકલીએ. એ દંડનીતિનો આશ્રય અને યુદ્ધને ધ્વનિ ન કરે. માત્ર સંધિકાર માટે સામનીતિને આશ્રય લઈ મેકલવામાં કયું ભયસ્થાન છે? તને એકલ જોઈએ એમ મારું મંતવ્ય છે.
શ્રી સાથે કહ્યું, ભદ્ર! ઈર્ષાળુ અને કેાધી માન પ્રતિ સામનીતિને આશ્રય લે એટલે વધારે ઈર્ષાળુ અને વધારે ક્રેધી બનાવવાનું કાર્ય થાય “ગરમાગરમ ઘીમાં શીતળ