________________
: ૩પ :
એની પુત્રીનું નામ રત્નશીખા હતું મેઘનાદ વિદ્યાધરને પરણાવવામાં આવેલી એના હું પુત્ર છું. રત્નચૂડ મારૂં નામ છે. આ સુંદરી મારી પત્ની છે. ચૂતમ‘જરી એનું નામ છે. અચળ અને ચપળ મારી માસીના દિકરા હતા. તે આ મારી પત્નીને ઉઠાવી જવા માગતા હતા. મે' એમને હરાવ્યા. તમે મારી પ્રિયતમાને ખબચાવી.
રત્નચૂડે વિમળને ઉપકારી માની સુમેચક રત્ન અણુ કરવા આગળ ધર્યું. ચૂતમંજરીએ પતિની પ્રાર્થનાના સ્વીકાર કરવા આગ્રહ કર્યો. રત્નચૂડે વિમળના વસ્ત્રને છેડે બાંધી દીધું. વમળને એમાં આનંદ ન થયા. રનચૂડે વામદેવ પાસેથી વિમળના કુળ, ગેાત્ર, ધમની માહિતી મેળવી લીધી.
રત્નચૂડે ક્રીડાન’દનવનના યુગાદિદેવના મંદિરે દર્શન કરવા પ્રાથના કરી. વિમળ અને વામદેવ ગયા. વિમળ પ્રભુ નથી આનંદ વિભાર બન્યા. પ્રભુમૂર્તિ જોતાં મૂર્હી આવી. જાતિસ્મરણુ જ્ઞાન થયું. રત્નચૂડના ઉપકાર માન્યા. ધર્મગુરુ તરીકે માની એના ચરણામાં પડ્યો. માત-પિતાદિને એધ થાય એવા ઉપાય પૂછ્યા. રત્નડે . શ્રી ક્ષુધસૂરિજીના પરિચયની વાત કરી. અવસરે અહીં લાવવા પ્રયત્ન કરીશ, એમ જણાવી સૌ છૂટા પડ્યા.
વિમળકુમારે સુમેચક રત્ન વામદેવને આપી ગુપ્ત સ્થળે દાટવા જણાવ્યું. વામદેવે દાટી દીધું. બન્ને પોતપોતાના ઘરે ગયા. વામદેવને ચારવાનુ મન થતાં રાત્રે વનમાં આવી, રત્ન કાઢી ખીજે સ્થળે સંતાડયું. મૂળ સ્થળે પત્થર મૂક્યા.
સવારે વામદેવ રત્ન લેવા ગયેા. વિમળ પણ અચાનક વનમાં આવી ચડતાં તે ગભરાઇ ગયા અને રત્નની જગ્યા ભૂલી ગયા. વિમળે વામદેવને જંગલમાં આવવાનું કારણ પૂછ્તાં કપટભર્યાં ઉત્તર આપ્યા.. બને યુગાદિદેવના દર્શને ગયા. વિમળ મ`દિરમાં ગયા