SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ વિમળને વિકાસ ઉ૪૭ નાશી જઉં. યુદ્ધમાં વિદ્યાધરીઓને મારો ખ્યાલ ન રહ્યો. તારા દર્શનની ઈચ્છાથી હું આ તરફ આવવા રવાના થયા. - નગર તરફ આવતાં રસ્તામાં તારા અનુચરે મને મલ્યા. એ અનુચરે ક્ષેમકુશળ મને અહીં લાવ્યા છે. આ મેં મારી આપવીતી વાત તને કહી. . વિમળ સરલ હતું અને મારા તરફ અકૃત્રિમ પ્રેમ રાખતે હતો. મારી વાત સાંભળી એને ભારે આશ્ચર્ય થયું. મારા શરીરમાં રહેલી માયા આ વાત સાંભળી ઘણું ખુશ બની. માયાને થયું કે વામદેવે ભેળ વિમળને ઠીક બનાવ્યા. કપટક્રિયા એ તે માયાની પ્રિય વસ્તુ છે. શળની વ્યથા : હું વિમળને વાત જણાવી રહ્યો હતો. એટલામાં અચાનક મારા અંગેઅંગમાં મહાવ્યથા ચાલુ થઈ. જાણે કે મગરમચ્છ પિતાના જડબામાં લઈ મને દાબતે ન હોય, એવી કારમી વેદના થવા લાગી. જાણે મારા અંગેઅંગના કટકા થતાં હોય એવું મને લાગ્યું. - શ્વાસની ગતિ ખૂબ તીવ્ર બની ગઈ. આંખે ઉંચી થઈ ગઈ. જીભ બહાર નિકળવા લાગી. શરીર લાકડાં જેવું અક્કડ બની ગયું. મરણતેલ દશામાં મૂકાઈ ગયે. - અણધારેલે બનાવ જોઈને વિમળ ગભરાઈ ગયો. બૂમાબૂમ કરી મૂકી. શ્રી ધવલ મહારાજા અને નગરજને ઘણાં ત્યાં આવી પહોંચ્યા. મને પ્રાથમિક સારવાર અને ઔષધે આપવામાં આવ્યા, પરંતુ એ સારવારથી મને કશે લાભ ન થયો.
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy