SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ત્રીજું વિમળને વિકાશ રત્નચૂડે વામદેવ પાસેથી વિમળની વાત જાણે લીધી. એના સાહજિક ગુણે પ્રતિ વધુ આકર્ષણ જાગ્યું. રત્નચૂડને થયું કે વામદેવે સારી વાત કહી. પ્રભુના મંદિરીએ: વિમળ કેઈ વિશેષ ધર્મમાં જેડા નથી એટલે પરમતારક દેવાધિદેવશ્રીની પ્રતિમાજીના દર્શન કરાવું. પ્રભુ પ્રતિમા અનેક આત્માઓના ઉદ્ધારનું અમેઘ અને અજોડ સાધન છે. મારી પ્રત્યુપકાર કરવાની ઈચ્છા પણ આ કાર્યથી પૂર્ણ થશે. આ વિચાર કરી વિમળને કહ્યું. ભદ્ર વિમળ! મારા માતામહ ઘણુ વખત અગાઉ આ વનમાં આવ્યા હતા. એમનું નામ “મણિપ્રભ” હતું. આ ક્રીડાનંદન વન જેઈને એમને આનંદ થયે હતે. વિદ્યાધરેના આવવા માટે એમણે આ ઉદ્યાનમાં એક સુંદર જિનમંદિર બંધાવ્યું. મૂળનાયક તરીકે યુગાદીશ્વર શ્રી ઋષભદેવ પરમાત્માની પ્રતિમા સ્થાપના કરી. આ કારણથી ક્રીડાનંદન વનમાં હું ઘણી વખત દર્શને આવેલે. મારા ઉપર અનુગ્રહ કરીને તું પણ એ પ્રભુના મંદિરીએ દર્શન કરવા ચાલ.
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy