________________
૮૦
ઉપમિતિ કથા સારોદ્ધાર
વિચક્ષણે આ વાત સાંભળી એટલે એને ઘણી ખુશી થઈ. વિમને કહ્યું, ભાઈ ! મને પણ એ ચેાગાંજનના લાભ આપે, અને મારી ચિંતા ટળે, કામ પણ સરવાળે ચડે.
વિચક્ષણની વાત વિચારી વિશે વિવેકપૂર્વક એ દિવ્યાં જન નયનેમાં આંજ્યું. વિચક્ષણને એ પ્રગટપ્રભાવી અંજનદ્વારા બધું ઘણું જ સ્પષ્ટ દેખાવા લાગ્યું.
સાત્ત્વિકમાનસ નગર, વિવેક પર્વત, અપ્રમત્તશિખર, જૈનપુર, સાધુ ભગવંતા, ચિત્તસમાધાન મંડપ, નિસ્પૃહતા વેદિકા, જીવવીય સિંહાસન, ચારિત્ર ધર્મરાજ, ચતિષમ યુવરાજ, સંતાષ વિગેરે પરિવાર આદિ સર્વ વિચક્ષણના જોવામાં આવી ગયા.
વિચક્ષણની દીક્ષા :
વિવેક પર્વત આદિને જોઇ પ્રસન્ન ખનેલા વિચક્ષણ પેાતાના પિતાજી શુભેાય, માતાજી નિજચારુતા; પત્ની બુદ્ધિદેવી, શાળા વિમશ અને પુત્ર પ્રક તેમજ વનકાટરમાં રહેલા જુગજીના પત્ની રસના વિગેરેને સાથે લઈ વિવેક પર્વત ઉપર ચડી જાય છે. પરન્તુ લેાલતાને તજીને જ અહીં આવ્યા. વિવેકગિરિ પર આવ્યા પછી જૈનપુરમાં પ્રફુલ્લ હૃદયે પ્રવેશ કર્યાં.
ત્યાં મહાત્માઓના ગુરુ, ગુરુવિભૂષિત આચાય ભગવત શ્રી ગુણધરસૂરીજીના દર્શન થયા. વિચક્ષણે દીક્ષાની યાચના અંજલિ જોડી કરી. મહાત્માશ્રીએ એને ભવભય ઉત્તારણી દીક્ષા આપી.