SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ ઉપમિતિ કથા સારોદ્ધાર પરતુ વેદિકાની બાજુમાં મંડપમાં રહેલા જે શુભાશય વિગેરે રાજાઓ દેખાય છે, તે ચારિત્રધર્મરાજના સૈનીકે જ છે. શુભાશય વિગેરે રાજાએ ચારિત્રધર્મરાજની આજ્ઞાથી વિશ્વમાં જે કાંઈ સુંદર અને મને હર જણાય છે તે બનાવે છે. વિશ્વને જે સુખને આપનારા નરરત્ન, નારીરને અને બાલરને છે એ બધા પણ આ મંડપમાં વિદ્યમાન છે. મહામહ અને એમને પરિવાર વિશ્વના મહાશત્રુ છે એમ ચારિત્રધર્મ અને એમને પરિવાર વિશ્વના મહામિત્ર છે. આ ચારિત્રધર્મરાજ અને એમને પરિવાર સંસારસાગર પાર કરવા માટે સુરક્ષિત પુલનું કામ આપે છે અને અત્યંત સુખના સ્થાનરૂપ નિવૃત્તિ નગરીમાં પહોંચાડી આપે છે. સંક્ષેપમાં આ સર્વને પરિચય મેં તને કરાવ્યું છે. કેટિ જીભને સ્વામી પણ આ સર્વને પરિચય કરડે વર્ષે પૂરે ન આપી શકે. ભાઈ ! તારું કૌતુક પૂર્ણ થયું હોય, તારી ઉત્કંઠા શમી હેય તે હવે આપણે બહાર જઈએ. પ્રકર્ષે સંમતિ આપી એટલે મામા ભાણેજ બહાર નિકળે છે, એ વખતે ચારિત્રધર્મરાજના ચતુરંગ સૈન્યને બારીકાઈથી નિરીક્ષણ કરતાં જાય છે. એ ચતુરગ સૈન્યમાં ગંભીરતા, ઉદારતા, શૂરવીરતા વિગેરે રની શ્રેણીઓ શેલી રહી હતી. યશસ્વીતા, શ્રેષ્ઠતા, વિશ્વાસ, સૌજન્યતા, ન્યાયપ્રિયતા વિગેરે હાથીની હારમાળા મનેહર
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy