________________
રમણ અને ગણિકા
દીધી. કુંદકલિકાએ રમણને હાસ્ય દ્વારા સન્માન આપ્યું. નયનના બાણથી અને હાવભાવથી એના હૃદયને ક્ષણવારમાં ખુશ કરી વિંધી નાખ્યું.
સમય જોઈ કામદેવ શ્રી મકરધવજે રમણને બાણો ઉપર બાણથી માર્યો. એક મોટું શર લઈ રમણની છાતીમાં વિધી દીધું.
મકરધ્વજના બાણોથી અતિકામુક બનેલા રમણે કુંદકલિકાના ગળામાં હાથ નાખ્યો અને ગૃહના અત્યંતર ભાગમાં કામેચ્છાથી લઈ ગયો.
અત્યંતર ભાગમાં જઈ રમણે લાવેલું ધન આનંદ પૂર્વક મદનમંજરીના કરકમલમાં મૂક્યું.
મદનમંજરીએ આભાર માનતા જણાવ્યું, પ્રિય દેવ ! તમે પધાર્યા તે ઘણું સારું કર્યું. અમારું આગણું પાવન થયું. આ પુત્રી કુંદકલિકા તમને વારંવાર યાદ કરતી હતી. આપના મીલન માટે ઘણું ઝંખતી હતી.
પરતુ આપણું “ભીમ રાજાના કુંવર શ્રી “ચંડ” હમણાં પધારવાના છે તે તમે અહીં ક્યાંક સંતાઈ જાઓ, નહિ તે એ ચંડકુમાર આવેશમાં કાંઈક નવાજુની કરી બેસશે. ભયની કાર્યવાહી
મંદનમંજરીના મુખથી ખંજર જેવી અણીયાળી વાત સાંભળતા રમણના હૃદયમાં ભય પેસી ગયે. એજ વખતે ચંડકુમાર વેશ્યાગૃહના દરવાજે આવી પહોંચે. રમણના તે હાંજા ગગડી ગયા. ભયભીત બની ધ્રુજવા લાગ્યો..