SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ ઉપમિતિ કથા સારિદ્વાર મધના કેફી નશામાં ચકચૂર બની ભાન ભૂલેલા મદ્યપ કયું વિવેકહીને વર્તન ન આદરે? રતિલલિતાને નાચ : મદ્યના નશામાં મસ્ત બનેલે લેલાલ રાજા આ તમાસે જોઈ રહ્યા હતા. એમની બાજુમાં એમને લઘુબંધુ રિપુકંપન યુવરાજ બેઠે હતે. એણે મદ્યપાન વધુ પ્રમાણમાં કર્યું હેવાથી ઉત્કટ ન ચઢેલ હતે. યુવરાજ રિપુકંપને પિતાના પડખે બેઠેલી પિતાની પ્રિય તમાં રતિલલિતાને વિવેકવિહીન બની કહ્યું. અરે એ વહાલી ! જુવે છે શું ? ઉભી થા. નાચવા લાગ, તારું મત્તમયૂર નૃત્ય દેખાડ. રતિલલિતાને વડિલની સન્મુખ નૃત્ય કરતાં લજજા આવતી હતી. નૃત્ય કરવા માટે મન માનતું ન હતું, પણ પતિદેવની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની એનામાં શક્તિ ન હતી. રતિલલિતા લજજાપૂર્ણ હૃદયે નૃત્ય માટે ઉભી થઈ અંગૂલીમડ, હાવભાવ, શરીરડોલનની નૃત્ય પ્રક્રિયાઓમાં એ ઘણુ નિપુણ હતી. એણીના શરીરનું લાવણ્ય મદ ઉભરાવે તેવું હતું. નયને મદ સભર અને કટાક્ષ કરવામાં પાવરધા હતા. લેલાલ રાજા એ નમણું નારીના નૃત્યને નિહાળી રહ્યો. નૃત્ય નીહાળતા નયનમાં કેફ વધવા લાગ્યા. આ અવસરને લાભ લઈ મકરધ્વજે લેલાલ ઉપર પિતાના પંચજાતીય બાણેને સખ્ત મારે ચાલુ કર્યો. એ ઘણું જ ઝડપથી ઘવાઈ ગ અને મકરધ્વજની આધીનતામાં આવી ગયે.
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy