SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ ઉપમિતિ કથા સાહાર વિમર્શત્રુભાઈ! એ વિષયમાં ઘણાં વખત પહેલાં આપ્તવડિલે પાસે સાંભળેલું છે, તે તને કહું, તું શાંતિથી સાંભળ. ભવચક્ર” નામનું એક મહાનગર છે. એની આદિ ક્યાંથી થાય અને અન્ત કયાં આવે એ જાણી શકાતું નથી. વળી અનેક આશ્ચર્યકારી ઘટનાઓથી સંકળાએલું છે. વિવિધ ભાતના અને વર્ગના પ્રાણીઓ આ મહાનગરમાં વસે છે. મારી માન્યતા છે કે આ મહાશત્રુઓને પરાભવ આપનારા ફટિક હદથી મહાત્માઓ “ભવચક્ર” મહાનગરના નિવાસી હશે. પ્રકર્ષ–મામા ! તે નગર અંતરંગ છે કે બહિરંગ? વિમર્શ–ભાણું ! તે નગર અંતરંગ પણ છે અને બહિ. રંગ પણ છે. ભવચક નગરમાં બહિરંગ પ્રાણીઓ વસે છે, તેમજ મહામહાદિ વિગેરે અંતરંગ લેકે પણ વસે છે. મહામહ વિગેરેની સેનાને પણ ત્યાં જ વાસ છે. આ રીતે બાહ્ય અને આંતર લોકોના વસવાટથી એ મહાનગર બહિરંગ પણ ગણાય અને અંતરંગ પણ ગણાય. પ્રક–મામા ! મહામહ રાજા વિગેરે ચિત્તવૃત્તિ અટવીમાં મોટા મંડપની ભીતર બેઠેલાં જોયા હતા, તે એ ભવચક નગરમાં કેમ સંભવે? એક સાથે બે ઠેકાણે એઓ કેવી રીતે રહી શકે? વિમર્શ–ભાઈ આ લકે ગીપુરૂષ કહેવાય. ઘડીકમાં પ્રગટ થવું અને ઘડીકમાં અદશ્ય થવું એ એમની વિશિષ્ટ
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy