SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વની સફર બાહ્યપ્રદેશમાં ભ્રમણ કરતા શરદઋતુ પૂર્ણ થઈ ગઈ અને નવા સાજ સાથે હેમન્તઋતુ પૃથ્વીતળ ઉપર આવી પહોંચી. હેમન્તઋતુ : હેમન્તઋતુ વિયોગી યુગલોને પ્રલયકાળ જેવી ભયંકર જણાતી હતી. વિરહની વેદનામાં વધુ વધારે ઉમેરતી હતી. રાત્રીઓ ધીરે ધીરે મટી બનતી જતી હતી અને એની સાથે જ ક્ષુધા પણ વધતી જતી હતી. સહસ્ત્રકિરણ દિનપતિ સૂર્યને પ્રકાશ જગત ઉપર એ છે થવા લાગે અને એ રીતે પ્રાણીઓને જલપાનની પિપાસા ઓછી થવા લાગી. યુવકે શીતઋતુની શીતથી પિતાની રક્ષા માટે શયનગૃહમાં પલંગ ઢાળી ઉપર પોઢી રહ્યાં હતાં અને કુમકુમ કસ્તુરિકાના વિલેપનથી મદભર બનેલી પોતાની પ્રિયતમાના આશ્લેષને શથિલ કરવા ઈચ્છતા ન હતા. હિમપાત થવાથી કામદેવને પુષ્પરૂપ બાણસમૂહ બળઝળી શ્યામ બની ચૂકર્યો હતે, તે પણ ઈશ્નયષ્ટિરૂપ દંડ દ્વારા સંપૂર્ણ વિશ્વ ઉપર એણે અસાધારણ વિજય મેળવ્યું હતું. સામાન્ય રીતે હિમપાત દરેક વનસ્પતિ માટે અનિષ્ટ કરનાર હતું, છતાં યવધાન્ય માટે આશીર્વાદરૂપ હતું. યવ * ઈશ્નય૪િ–શેરડીના સાંઠા. આ ઋતુમાં એને પાક ખેતરોમાં ખુબ હેાય છે
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy