________________
નરસુંદરી
૫૭ ~~~~~
~ ~~ કોમળ કમળના ફુલની જેમ જાળવીશ. આપ વિના આ વિશ્વમાં મારું કોઈ શરણ નથી. આપના વિના હું અસહાય અને નિરાધાર બની જઈશ. આપ કૃપા નહિ કરે તે જલ વિણ માછલું તરફડીને મૃત્યુ પામે એમ હું પણ તરફડીને મરણને શરણ થઈશ. હે પ્રાણાધાર ! ક્ષમા કરે, ક્ષમા કરે.
નરસુંદરીના નમ્ર વચને સાંભળી મારું હૃદય ગદગદિત બની ગયું. પૂર્વના નેહભર્યા સંસમરણે નવપલ્લવિત થઈ ગયા. મારું કઠેર હદય કોમળ બની ગયું. મધુર શબ્દોથી બોલવા પ્રયત્ન કરું છું પણ એટલામાં મિત્ર શૈલરાજ હાજર થઈ ગયો. પ્રિયતમાને તિરસ્કાર :
બસ ખલાસ. શૈલરાજની વક્ર નજરના લીધે મારું કમળ હદય કઠણ બની ગયું. સનેહના સંસ્મરણે વિસારે પડી ગયા. નરસુંદરીની નમ્ર વિનંતિ ભૂલી ગયે. હડહડતે તિરસ્કાર કરી નાખ્યો.
અરે પાપે ! મધુરાં વેણુ બેલી મને જાળમાં ફસાવવા માગે છે? તારી માયાજાળમાં ફસાઈ જાઉં એ મૂર્ખ નથી. ચાલી જા દુષ્ટ ! મારે તારું કામ નથી. મીઠાં વચને બેલી તે બીજાને છેતરવાને પ્રયત્ન કરજે. પણ આ રિપુદારણ કાચે પચે નથી કે તારાથી છેતરાઈ જાય.
તું તે કળાએમાં કુશળ છે, ભણેલ-ગણેલ છે, બધાને છેતરવામાં તું ચતુર હઈશ પણ આ મૂMશિરોમણિ રિપુદારણને છેતરવા માટે તારે કેટલાય ભ લેવા પડશે. ચાલી જ મારા મહેલમાંથી,