________________
પ્રકરણ પહેલું
ભવ્યપુરૂષને જન્મ મનજગતિ નગરી અને એની વિશાળતા ?
આ લેકમાં મનુજગતિ નામની મહાનગરી આવેલી છે. કે જ્યાં અનંતાનંત તીર્થંકર પરમાત્માઓ જન્મ પામ્યા, મેટા થયા અને દીક્ષા લીધી છે. કેવળજ્ઞાન પામી જગતના ઉદ્ધાર માટે ધર્મતીર્થની સ્થાપના કરેલી છે. છેવટે કર્મ મુક્ત બની મુક્તિપદને વર્યા છે. ને વળી અનંતા ચક્રવતીઓ, પ્રતિવાસુદેવ, વાસુદે, બલદે, નારદમુનિઓ વગેરે શલાકા પુરૂષ અને ઉત્તમ કેટીના આત્માઓ અવતર્યા છે. - આ નગરીને ફરતે કિલે છે. જે અત્યંત ઉંચે,
૧. મનુજગતિ નગરી એટલે મનુષ્ય જે ક્ષેત્રમાં ઉત્પન્ન થાય તે. આમાં જંબુદ્વીપ, ધાતકીખંડ, અધપુષ્કરાવત એમ અઢી દ્વીપને મનજગતિ નગરી નામ આપ્યું છે. ત્રેસઠ શલાકા પુરૂષો મનુષ્યગતિમાં જ હોય છે. સિદ્ધિપદ પણ અહીંથી મળે છે માટે સૌથી શ્રેષ્ઠ છે.