________________
ઉપમિતિ કથા સારદ્વાર - આ ઉપાયને સપુણ્યકે હર્ષ પૂર્વક સ્વીકાર કર્યો. જાહેરાત કરે છે. ઘેષણ કરે છે. અને ત્રણ ઔષ વિના મૂલ્ય આપે છે છતાં આમાં પણ એક વધે આવી પડે.
ડી સંખ્યાના તુચ્છ માનવીઓ ઔષધ ગ્રહણ. કરે છે. કેટલા તે હસે છે. ત્યારે બીજા કેટલા તે જાહેરાત જેતાં નથી અને ઘેષણ પણ સાંભળતા નથી. આવી પરિસ્થિતિથી સપુણ્યક ઝંખવાણે પડી ગયે એનું મેં લેવાઈ ગયું. ચહેરા ઉપર ઉદાસીનતા ઘેરાઈ ગઈ. સદ્દબુદ્ધિ પાસે આવીને કહે છે.
હે ભદ્રે ! સામાન્ય પરિસ્થિતિવાળા આત્માઓ તે આ ઔષધેમાંથી થોડા પ્રમાણમાં પણ લે છે. પરંતુ બીજા સજજને તે સામું જોવા તૈયાર નથી. મારું સાંભળવા તૈયાર નથી. હું ઈચ્છા ધરાવું છું કે નાના-મોટા સૌ કેઈ આત્માઓ ઔષધમાંથી કાંઈક તે ગ્રહણ કરે પણ એવું બનતું નથી. માટે તું એવો ઉપાય બતાવ કે નાના-મોટા સૌ કઈ આત્માઓ જરૂર કાંઈને કાંઈ ગ્રહણ કરે.
સબુદ્ધિએ કહ્યું કે – નાના અને મોટા સૌ આત્માઓને ઔષધ આપવાને એક માત્ર ઉપાય અજમાવવાનું બાકી છે. તે તું ધ્યાનથી સાંભળ.
વિશાળ કાષ્ઠપાત્રને જ્યાં માનવ સમુદાય વધુ પ્રમાણમાં આવ જા કરતે હય, જ્યાં સૌનું ધ્યાન ખેંચાતું હોય, સૌની નજર તરત પડી શકતી હોય એવી જાહેર જગ્યામાં મૂકજે. ત્યારબાદ તારે એકબાજુ શાંતિથી બેસવું.
તું દરિદ્રી છે. શુદ્ર છે, એમ સમજીને તારા હાથથી