________________
૩૪
ઉપમિતિ કથા સારોદ્ધાર કેઈ સારી કન્યાને ગોઠવી દઉં, પરંતુ સ્વચ્છેદી એવા તને એ પણ કાંઈ નહિ કરી શકે. બીજી પરિચાયિકા નીમું પણ એનું ય તું નહિ માને.
હે નાથ ! કૃપા કરી આપ એવું કદી ના બેલશે. હવેથી આપની આજ્ઞાનું ઉલંઘન નહિ થાય. હું અવશ્ય આપની આજ્ઞાનું બમર પાલન કરીશ. એમ નિપુણ્યકે કહ્યું ત્યારે શ્રી ધર્મબંધકર બોલ્યા. સદ્દબુદ્ધિ પરિચાયિકાની નિયુક્તિઃ
હે વત્સ! મારી એક બીજી પુત્રી છે એ બહુ ગુણવતી છે. આજ્ઞા પાળનારી છે. સંસ્કૃદ્ધિ એનું નામ છે. બીજા કામોને બાજે પણ એના ઉપર વધારે નથી. તેથી સદ્દબુદ્ધિને તારી ખાસ પરિચાયિકા તરીકે નિયુક્ત કરી દઉં.
પરન્તુ એ જે પ્રમાણે કહે એ રીતે તારે વર્તવું જોઈશે. એમાં જરાએ ફેરફાર નહિ કરાય. એ હમેશા તારી પાસે જ રહેશે. હમેશા તારી સંભાળ રાખશે અને તદ્યા પણ તારી ખબરસાર પૂછવા આવ્યા કરશે.
વળી તું સદ્બુદ્ધિને પ્રસન્ન રાખવા પ્રયત્ન કરજે. કારણ કે વિશ્વવત્સલા એ જેના ઉપર પ્રસન્ન થાય છે એના ઉપર શ્રી સુરિથત મહારાજા પણ અવશ્ય પ્રસન્ન થાય છે. હું પણ પ્રસન્ન થાઉં છું. જે તને સુખી થવાની અભીપ્સા હેય, દુઃખથી ઉદ્વિજ્ઞતા અને ગભરામણ થતી હોય તે હે વત્સ! તારે આ સદ્દબુદ્ધિને પ્રસન્ન રાખવા પ્રતિપળે ઉદ્યમશીલ રહેવું.