________________
ઉમિતિ કથા સારાદ્ધાર ગુરુદેવની પવિત્ર કરૂણાથી આ ગ્રંથ હું રચી રહ્યો છુ, ગુરુદેવની કરૂણા વિના આ રચનાનું ઉત્તમ કાર્ય જડ જેવા મારાથી ન બની શકત. વળી એ કરૂણાએ મને જગતમાં માનવંતા ખનાવ્યા છે. માટે કરૂણાના સ્વામી પૂજ્ય ગુરુદેવને હું શતશઃ વંદના કરૂ છું.
મુનીશ્વર શ્રી સિદ્ધષિ ગણીએ પોતાના અદ્ભુત અને વિશાળ જ્ઞાન દ્વારા વિશ્વના પ્રત્યેક પ્રાણીયાના જીવન પ્રસંગાને આવરી લેનારી શ્રી ઉપમિતિ ભવપ્રપંચાકથા બનાવી છે કે જેમાં અનેક નાની નાની થાએ આવવાના કારણે નિધાન ભૂમિની તુલ્યતાને પામે છે. એ કથા વાચકોને આશ્ચર્યમાં ગરકાવ કરી નાખે છે. આ કથા દ્વારા અનેક સત્ત્વા પ્રાણીયા ઉપર પરમ ઉપકાર થયા છે. આવા અદ્ભુત સિદ્ધહસ્ત કથાલેખનકાર શ્રી સિદ્ધષિ મુનીશ્વરને મારા ભાવભીના વંદના જો.
શ્રી સિદ્ધ િ મુનીશ્વરની ઉપમિતિ” કથા વાચવામાં અને સમજવામાં અતિ સુંદર છે, પરન્તુ વમાન સમયના આત્માઓ સક્ષેપમાં સાંભળવાની રુચિવાળા બની ગયા છે, એટલા ખાતર જ ઉપમિતિ” કથા ગ્રંથમાંથી મુખ્ય મુદ્દા અને સાર–સાર ભાગ ગ્રહણ કરી સક્ષેપ વરણુ લખું છું. પ્રત્યેક પ્રસ્તાવામાં આવતા વિષયાની રૂપરેખા
(૧) પહેલાં પ્રસ્તાવમાં કથા બનાવવાના કારણેા, મુદ્દા, થા ઉદ્ભવ સ્થાન અને શ્રોતાનું વિવરણુ ખતાવવામાં આવશે.