________________
=
ઉપમિતિ કથા સારે દ્વારા અસર થઈ છે કે નહિ ?
વિવેક કેવળી રાજવી ! ઉપદેશની અસર તે નથી થઈ પણ આ પ્રકારના મારા કથનથી એને મહાઉદ્વેગ જાગે છે.
અરિદમન-શું આ જીવ અભવ્ય તે નથી ને ?
વિવેક કેવળી–અભવ્ય નથી. પરંતુ મારા હિતસ્વી વચને એને નથી ગમતા. એમાં હજુ હિંસા અને વૈશ્વાનરની અસરો રહેલી છે. એની અસરતળે હોવાને લીધે સારી વસ્તુઓ ઉપર પણ અણગમો થાય છે.
વૈશ્વાનર એટલે કે. એમાં પણ નંદિવર્ધનને અનંત અનુબંધ વાળો ક્રોધ છે મુનીદ્રોએ “અનંતાનુબંધી કધ’ એવું નામ આપેલું છે. જ્યાં સુધી આ ક્રોધ હોય ત્યાં સુધી આત્માને સમ્યકત્વગુણની પ્રાપ્તિ થતી નથી અને નરકગતિમાં અનંતાનુબંધી કષા આત્માને લઈ જાય છે. આના પ્રતાપે નંદિવર્ધનને ઘણો કાળ સંસારમાં રખડવાનું છે. સંસારમાં હજુ ઘણું ઘણું દુઃખ એને ભેગવવાના બાકી છે.
અરિદમન–આ રીતે જોતા વૈશ્વાનર મહાશત્રુ ગણાયને? વિવેક કેવળી–હા ચોક્કસ.
અરિદમન-વૈશ્વાનર માત્ર નંદિવર્ધનને મિત્ર થઈને રહ્યો છે કે બીજા આત્માઓ સાથે પણ મિત્રતા રાખી છે?
ત્રણ કુટુંબો - વિવેક કેવળી–આ વિશ્વમાં પ્રત્યેક આત્માને ત્રણ જાતના કુટુંબીજને હોય છે. ૧ જે આત્મામાં મોક્ષમાં જવાની યોગ્યતા નથી હોતી તે અભવ્ય.