________________
મહારાજ અરિદમન
૪૦૭ નંદિવર્ધન માટે પ્રશ્ન - રાજાને થયું કે આચાર્ય ભગવંત કેવળજ્ઞાનના ધારક છે. એમના જ્ઞાનના પ્રકાશમાં કાંઈ અજ્ઞાત રહેતું નથી. સર્વકાળ અને સર્વભાવના જાણું છે. એટલે મારા મનમાં રહેલી શંકાને પૂછી સમાધાન મેળવું. આ વિચાર કરી ગુરૂદેવને પૂછ્યું.
ગુરૂદેવ ! આ મારી પુત્રી મદનમંજુષા છે. મહારાજા શ્રી પદ્મના સુપુત્ર શ્રી નંદિવર્ધન કુમાર સાથે તેનું વેવિશાળ કરવા માટે જયસ્થલ નગરે મારા મંત્રી શ્રી કુંટવચનને મેકલ્યાં હતા, આજે એ વાતને મહિનાના મહિના વહી ગયા. કુંટવચનની તપાસ કરવા ઘણુ રાજપુરૂષને મેલ્યા, પણ એને કાંઈ પત્તો લાગ્યો નહિ.
ધ કરવા ગએલા પુરૂષે પાછા આવ્યા. એમણે જણાવ્યું કે જયસ્થળનગર બળીને ભસ્મીભૂત બની ગયું છે. દેશ પણ ઉજ્જડ વેરાન બની ગયેલ છે. મંત્રીશ્વરની શોધ અમારે કયાં અને કેવી રીતે કરવી? જયસ્થળમાં બળેલા ખંડેરે જ ખંડેરે દેખાય છે. બીજું કાંઈ નજરે ચડતું નથી.
આ વાત સાંભળી મને ઘણું જ દુઃખ થયું. અરે ! આ સુંદર પ્રદેશ વેરાન કાં બની ગયું હશે? કુદરતી ઉત્પાત થયું હશે કે અંગારાને વરસાદ વરસ્ય હશે? કઈ દુશ્મન દેવતાએ બાળી નાખ્યું નહિ હેય ને? કે કઈ મુનિને સંતાપ આપ્યું હોય અને એમણે શ્રાપ આપી