________________
---
છો અને બાળ ખીએ :
વિધિની વક્રતા
૪૦૩ સૌએ મળી ઘણું વિચારે કર્યા અને અંતે એક નિર્ણય લેવામાં આવ્યું.
નંદિવર્ધનને યુદ્ધમાં આપણું હાર થયા પછી સ્વામી તરીકે સ્વીકારેલ. દેશ. વિદેશમાં એ વાતની જાહેરાત થઈ એથી માર ઠીક ન ગણાય. પિતાના સ્વામીની હત્યા કરી ગણાશે. સ્વામીદ્રોહી તરીકે આપણને અપયશ મળશે. માટે હત્યા કરીશું નહિ.
" કેડમાં અગ્નિ રાખી ન મૂકાય તેમ નંદિવર્ધનને આપણી પલ્લીમાં રાખી ન શકાય. રાખીએ તે બીજી આપત્તિ વેઠવી પડે. એટલે એને બાંધી દૂર દેશાંતરમાં લઈ જા અને ત્યાં જીવતે તજી દે. જે મહા અપરાધી હોવા છતાં વધ્યકેટીમાં ન આવે, તેમને આવી સજા કરવામાં આવે છે.
સીએ આ નિર્ણયને માન્ય રાખે.
એક ગાલું મંગાવવામાં આવ્યું. મને ગાડા સાથે મજબુત રીતે બાંધવામાં આવ્યું. હું મેટેથી રડવા લાગ્યો તેથી મેઢામાં ડૂચા ભરી દેવામાં આવ્યા.
સારા તેજસ્વી વેગીલા બળદની જેડી ગાડલે જોડવામાં આવી. ગાડલું હંકાર્યું અને એક રાતમાં બાર એજનની ભૂમિ એળંગી ગયા. એ રીતે પંથ કાપતા કાપતા “શાર્દલપુર નગરની નજીકમાં આવેલ “મલ-વિલય” ઉદ્યાનમાં આવી પહેચ્યાં.
ઘડામાં પુરેલા સર્પને સાવધાની પૂર્વક તજવામાં આવે તેમ મને તજીને ચાર લેકે પિતાની પલ્લી પ્રતિ વિદાય થઈ ગયા.