________________
૩૯૦
ઉપમિતિ કથા સારદ્વાર - ભૂખ તરસથી રીબાતે, થાકથી પીડાતે, કાથી ધમધમતે, મૂખેથી જેમ તેમ બબડતે, કંટાળાથી બારણા સાથે માથું અફળવા, આ રીતે જેલની કેટડીમાં મારો સમય જઈ રહ્યો હતો. નિદ્રા પણ મારી વેરણ થઈ ગઈ. ઉજાગરા ઉપર ઉજાગરા થવા લાગ્યા.
સંતાપ રૂપ અગ્નિથી મારૂ હૃદય શેકાતું હતું. નારક કરતા વધુ વેદના મને થઈ રહી હતી. દુઃખ, દુઃખને દુઃખ. મારી અવદશાની સીમા ન હતી. મનમાં જ ધુંવાપૂવાં થત હતો. આ દશા એક માસ ભેગવી.
ભાગ્ય સગે એક રાત્રે મને ઘસઘસાટ ઉંઘ આવી ગઈ. એ વખતે કયાંકથી ઉંદર આવી ચડ્યું અને મારા હાથે પગે બાંધેલા દોરડા એણે કાપી નાખ્યા. જાગે ત્યારે હું બંધનથી મુક્ત હતે. બારણા ઉઘાડી જેલખાનની બહાર નિકળી પડ.
| દરબારગઢ તરફ નજર ફેરવી જોયું તે બધાં જ ઘસઘસાટ ઉંઘતા જણાયાં. ચેકીદાર પણ નિદ્રાદેવીને આધીન બન્યાં હતાં. કોઈ પણ જાગતું જણાયું નહિ. એ વખતે મને વિચાર આવ્યું કે આ નાગરના નાગરિકે અને દરબારગઢના રાજકીય પુરૂષો મારા દુશ્મન છે. એ પાપીઓએ મને અત્યાર સુધી ઘણે દુઃખી કર્યો છે.
આ વિચાર કરતાં હિંસા અને વૈશ્વાનર મારા શરીરમાં પ્રવેયાં અને એજ વખતે ધગધગતા