________________
હલપ
વિજ્ય પતાકા
ત્યાર બાદ મેં માતાજીના પવિત્ર ચરણ કમળમાં વંદના કરી. માતાજી પણ વહાલથી ઉભું કરી મને ભેટી પડ્યા. પ્રેમથી મારૂ મસ્તક સૂધ્યું અને ચૂંબન કર્યું. એમની આંખમાં હર્ષના આસુડા આવી ગયા અને પ્રેમથી બોલ્યા.
વહાલા ! પુત્ર આ તારી માતાનું હૃદય વજથી બનેલું જણાય છે, જે એમ ન હોય તે એના પ્રેમાળ પુત્રના વિયેગમાં સેંકડો ટૂકડા કાં ન થઈ ગયા? પણ ટૂકડા ન થયા એ વસ્તુ જ એમ જણાવે છે કે બેટા! તારી માનું હૃદય ઘણુ કઠણ છે
નગર દુશ્મનોએ ઘેરી લીધું, વળી અમારૂ ભાગ્ય કાંઈક તેજ હશે એટલે જ તું આકર્ષાઈને અહીં આવ્યા છે. હે બેટા! તું દીધયુષી થા ! તું સુખી થા! | મારી પ્રશંસા સાંભળી શરમથી મેં મુખ નીચું કર્યું. પણ હૈયામાં હરખાતે હતે. પછી માતાજી અને પિતાજીની સાથે રથમાં બેઠો. મેટા આડંબર પૂર્વક નગર પ્રવેશ કરાવવામાં આવ્યું. અમે દરબાર ગઢમાં પહોંચ્યા એટલે માત પિતાજીને નમસ્કાર કરી હું મારા આવાસે ગયે. નગર જનેએ મારે ભાવભીને ઘણેજ સત્કાર કરે એટલે મારું મન ઘણું પ્રસન્ન હતું.
પૂર્વકાળમાં એવો રીવાજ હતો કે જયારે નાના સ્વજનો ભેગા થતા ત્યારે વડિલે એનું મસ્તક સૂંઘે કે મસ્તકમાં ચુંબન કરે, આજે પણ કઈ કઈ જાતમાં આ રીવાજ છે.