________________
૩૬૬
ઉપમિતિ કથા સારદ્વાર આ શું આચરી રહ્યો છે?
હિંસા અને વૈશ્વાનર ઉપર પ્રેમ રાખવાના કારણેજ એ દરેક પાપમાં પ્રવૃત્તિ કરે છે. અને ધર્મથી ઘણે દૂર સુર રહે છે. હું એને શિકાર આદિ પાપકર્મો કરતાં અટકાવું. જો એ પાપકર્મો કરતાં અટકે તે એનામાં બીજા ગુણે સહેલાઈથી આવી શકે તેમ છે. નંદિવર્ધન એક શ્રેષ્ઠ રાજકુમાર બની શકે તેમ છે
હું એકલે એને એકાન્તમાં આ વાત કરીશ, તે કદાચ એની ધારી અસર ન પણ થાય, મારૂં ધારેલ કાર્ય પાર ન પડે, કહેલું વ્યર્થ થાય એ કરતાં પિતાજીની હાજરીમાં બે શબ્દ કહીશું તે સારું રહેશે. પિતાજીની શરમથી પણ પાપ કરતાં અટકશે.
આ જાતને વિચાર કરી કનકશેખરે બધી વાતેથી પિતાજીને માહિતગાર કર્યા. નિર્ણય કર્યો કે અવસર જોઈ એને સુધારવાની વાત આપણે જણાવીશું.
એક દિવસે હું મહારાજા કનફ્યૂડની સભામાં ગયે, મહારાજા નમસ્કાર કરી ગ્ય આસને બેઠે, મહારાજાએ મારી શૂરવીરતા બલ પરાક્રમ, યુદ્ધ કૌસલ્ય વિગેરેની પ્રશંસા કરી. કનક શેખરે કહ્યું પિતાજી! આપ જે પ્રશંસા કરી રહ્યા છે, તે બધું જ બરાબર છે. કુમાર નંદિવર્ધન એવા જ સુગ્ય વ્યક્તિ છે. મને પણ એમના ઉપર ઘણું બહુમાન છે. છે પરંતુ હવેત વસ્ત્રને કાદવ મલીન બનાવે છે તેમ