________________
૩૬૪
ઉપમિતિ કથા સારોદ્ધાર
મંજરી પત્નીઓ હતી. એમની સાથે આનંદ સમુદ્રમાં કલ્લેલ કરતા શ્રી કનકચૂડ મહારાજાની રાજ્યધાનિ કુશાવર્ત નગરમાં અમારે ઘણે સમય પસાર થઈ ગયે. હિંસાદેવી અને વિશ્વાનરની પ્રશંસા પણ પ્રભાવશીલ
પુણ્યદયનું વિસ્મરણ આ રીતિની સર્વ સુખદાયક સાનુકૂળતા પ્રાપ્ત થતી હતી એનું મુખ્ય કારણ મારે મિત્ર પુણ્યોદય હતો પણ હું એને કદાપિ હેજ પણ સંભારતે નહિ.
એક વખતે રાત્રીના અંતિમ પ્રહરે વિચાર આવ્યું કે અરે! મારા ઉપર વૈશ્વાનરની કેવી અપાર પ્રીતિ છે? કેવી અખંડ લાગણી છે? અરે! એ વૈશ્વાનર પિતાના કામે પડતા મુકીને હંમેશા મારા કામની જ ચિંતા કર્યા કરે છે. ઘણા કષ્ટો વેઠે છે. એને નેહ ઘણો સારો અને પ્રશંસનીય છે, અરે ! મારી પ્રિયા હિંસાનું પણ શૌર્ય અદ્ભુત છે. મિત્ર વૈશ્વાનરે જે એની શકિતની પ્રશંસા કરી હતી તે બરાબર એજ રીતે છે. એ પ્રશંસામાં જરાપણ અતિશયોક્તિ ન હતી.
વંગાધિપતિ અને કલિંગાધિપતિ ઉપર વિર્ય મેળ, જગતમાં સારું માન સન્માન મેળવ્યું. મારી યશકીર્તિ સર્વત્ર વ્યાપક બની, પ્રેમાળ કનકમંજરીની પ્રાપ્તિ થઈ, આ બધી જે કઈને પ્રભાવ હોય તે એ મારી પત્ની હિંસા અને મિત્ર વૈશ્વાનરને જ છે. હિંસા અને વૈશ્વાનર ન હતી તે આ સુખસાહ્યબી પણ મારી પાસે