________________
રાજને પુત્ર કનકશેખર નગરીની બહાર આવેલ છે, એની સન્મા-યાત્રામાં કુમારે આવવાનું છે.” નંદિવર્ધને આજ્ઞા સ્વીકારી. ધવલસાથેની વાતમાં કનકશેખર મામાને પુત્ર છે, એમ જાણવા મલ્યું. કનકશેખરને ઉતારે નંદિવર્ધનના મહેલ જેડે રાખવામાં આવ્યું.
બંને કુમારની મિત્રતા થઈ નંદિવર્ધને અહીં આગમનનું કારણ પૂછ્યું, એટલે કનકશેખરે જણાવ્યું, ભાઈ નંદિ ! મારા નગરના વનવિભાગમાં “દત્ત ” મુનીશ્વર આવેલા. એમને ઉપદેશ અને ગમે. મેં ધર્મનો સાર પૂ. ઉત્તરમાં મુનીશ્વરે જણાવ્યું કે ૧, અહિંસા, ૨, ધ્યાનયેગ, ૩, રાગાદિ નિગ્રહ અને ૪ સાધમિભક્તિ છે. મેં એમાંથી સાધર્મિભક્તિનો સ્વીકાર કર્યો. સાધર્મિઓને મેં કરમુક્ત કર્યા. લેકે ધર્મિ બન્યા. હું દાન દેવા લાગે. .
અમારા દુર્મુખ મંત્રીને એ વાત ન ગમી. રાજાને ચાડી ખાધી. રાજાએ એના દ્વારા મને ઉપાલંભ અપાવ્યો એટલે સ્વમાન ખાતર નીકળી પડ્યો. દુર્મુખે અનેક કાવાદાવા ઉભા કર્યા હતા. આ છે અહીં આવવાનું કારણ
દશેક દિવસ પછી નંદિવર્ધન અને કનકશેખર પદ્યરાજાને વંદન કરવા આવેલા એ વખતે કનકચૂડ રાજાના સુમતિ, વરાંગ અને કેશરી એ ત્રણ મંત્રીઓ હાજર જોયા. એ મંત્રીઓએ પુત્ર વિરહથી માતાપિતાની કઈ હાલત છે. એ જણાવ્યું અને “ચતુર” ના અનુમાનથી “જયસ્થળ” ગયાનું જાણ્યું. રાજાએ દુમુખને દેશવટો આપ્યો.
અહીં બીજી એક ઘટના બની.
વિશાળા નગરીના નંદનરાજાનો દૂત કુશાવર્ત નગરે આવ્યા -નંદનરાજાને પ્રભાવતી રાણુથી વિમલાનના પુત્રી થઈ અને પદ્માવતી