________________
ઉપમિતિ કથા સારોદ્વાર
૩૪૮
અને ગંગા, યમુના અને સરસ્વતી નદીના પ્રવાહની જેમ ત્રણ બાજુથી વ્યૂહની રચના પૂર્ણાંક અમારી ઉપર આક્રમણુ કરવા ધસી આન્યા.
શત્રુ સૈન્યના ત્રણ નાયકે ત્રણ બાજુથી સૈન્યને દોરવણી આપતા હતા. હું કનકચૂડ અને કનકશેખર એ ત્રણ નાયકાની સામે ગેાઠવાઇ ગયા.
જે દ્રુત વિમલાનના અને રત્નવતીના ઉદ્યાનમાં આગમન થયાના સમાચાર આપવા શ્રી કનકચૂડ રાજા પાસે આવેલા તે “ વિકટ ” દૂત મારી બાજુમાં જ હતા. મેં એને પૂછ્યું.
,
અરે વિકટ ! આ ત્રણ નાયકા કોણ છે?
વિકટે જણાવ્યું, હું કુમાર ! એ બધાને હું ખરેખર એળખુ છું. એમના સૈન્યની વહેંચણી ત્રણ વિભાગમાં કરવામાં આવી છે. એમાં જે વચ્ચેના એટલે આપણી સન્મુખ સૈન્ય વિભાગ છે તેના સંચાલક શ્રી સમરસેન છે અને તે કલિંગ દેશના અધિપતિ રાજા છે.
સમરસેન પાસે સૈન્યબળ ઘણું છે. વિભાકરના પિતાજી પ્રભાકર રાજાને સમરસેન સાથે સારી મિત્રતા છે. સમરસેનના સૈન્યના ખળના કારણે જ પ્રભાકરરાજા પોતે જ સના સ્વામી ન હૈાય એવા દમામ પૂર્વક વર્તે છે.
શ્રી કનકચૂડ રાજાની સન્મુખ સૈન્ય વિભાગના સંચાલક શ્રી ક્રમરાજા છે. તેઓ વગ દેશના અધિપતિ છે અને વિભાકરના મામા થાય છે.