________________
યુદ્ધમાં વિજય અને વિવાહુ
૪૩
પરન્તુ જો ર્હિંસા અનુરાગવાળી અની જાય તેા એના સામે થનાર પુરૂષના હાંજા ગગડી જાય, પ્રાણાના વિયેાગ થાય, બિચારા જીવન પણ જીવી શકે નહિ. માટે જ હુ આપને નમ્રપણે વિનંતિ કરૂ છું કે હિંસાદેવીના આપ ઉપર અનુરાગ રહે એવુ વન કરો.
•
નંદિવન— સારૂ, હું એમ કરીશ.
ત્યારબાદ હું રસ્તામાં આવતાં સસલા, હરણ, રાઝ, રીંછ, વાઘ, વરૂ, વાંદરા, વિગેરેના શિકાર કરતા હતા, મારી ઈચ્છા મુજબ તિહુઁચ પ્રાણીઓને મારી નાખતા.
આવા વર્તનથી હિંસાદેવી મારા ઉપર પ્રસન્ન થયા. મારી ઉપર પ્રેમાળ બની ગયા ઘણાજ મારા ઉપર અનુરાગ થયેા. હું અત્યંત પ્રભાવશાળી અની ગયેા. મારાથી સૌ ધ્રુજવા લાગ્યા. આ પ્રત્યક્ષ પ્રભાવ જોઈ મને જૈશ્વાનરની વાતમાં વિશ્વાસ થયા.
ક્રમે ક્રમે પ્રયાણ કરતાં અમે કનકચૂડરાજાના પ્રદેશના સીમાડામાં આવી ગયા.
અંબરીષ બહારવટીઆઓ સાથે ઝપાઝપી
અમે કનકચૂડ રાજાના પ્રદેશમાં પ્રવેશ કર્યાં, ત્યાં સૌ પ્રથમ “ વિષમકુટ ” નામના પર્વત આન્યા.
આ પર્યંતની ઉપર અને આજીમાજી ખીણ પ્રદેશમાં કનકચૂડ રાજાના રાજ્યને વારે વારે ઉપદ્રવ કરનારા અંબરીષ જાતિના મહારવટીયાઓ વસતા હતા.
**