________________
૩૩૪
ઉપમિતિ કથા સારોદ્ધાર આ પ્રસંગથી વિભાકરને માઠું લાગશે પણ એને હું પાછળથી સમજાવી લઈશ. આ જાતને વિચાર કરી પિતાજીએ વિમલાનના પાસે આવીને કહ્યું.
હે પુત્રી ! તું દિલગીર ન થા. ખેદ ન કર. કુશાવર્ત નગરે કનકશેખર પાસે જા. આ જાતના મધુર વચનેથી પુત્રીના દિલને શાંત કરી, નંદનરાજાએ વિમલાનનાને કુશાવર્ત નગરે મેકલવા બંદોબસ્ત કર્યો.
એ વખતે વિમલાનનાની બહેન રનવતી પિતાજીના પાસે આવી. નમસ્કાર કરીને મધુર સ્વરે બોલી.
હે પિતાજી! બહેન વિમલાનનાના વિના હું એક ક્ષણ પણ રહી શકું તેમ નથી, માટે આપ રજા આપો તે હું પણ બહેનની સાથે જ જાઉં.
પરંતુ એક વાત આપને જણાવી દઉં કે હું કનકશેખર કુમારને મારા પતિદેવ તરીકે નહિ સ્વીકારું. સ્ત્રીમાં ગમે તેટલે પરસ્પર પ્રેમ હોય તે પણ શેક સ્ત્રી તરીકે સંબંધ થાય તે એ પ્રેમ તરત તૂટી જાય છે. અને પરસ્પર ઐરભાવના બીજે રોપાય છે. એટલે હું કનકશેખરના કેઈ પ્રિય મિત્રની પત્ની બનીને રહીશ.
પિતાએ રનવતીને પણ સંમતિ આપી. સાથે જણાવ્યું કે મને પૂર્ણ શ્રદ્ધા છે કે તમે આપણું નિર્મળ કુળની ચશોગાથાને કલંક નહિ લગાડે.