________________
૩૩૦
ઉપમિતિ કથા સારાદ્વાર
કે ઉપેક્ષા વિપરીત પરિણામ લાવશે. આમ વિચારી એણે જણાવ્યુ કે
હે કૃપાવતાર ! રાજાશ્રી !! કુમારશ્રી કારણ વશાત્ બહાર ચાલ્યા ગયા છે. કુમારશ્રી હજી અત્રસ્યમેવ જીવત છે.” ચતુર તરફથી ખાત્રી મળતા, રાજા રાણીના હૃદયમાં શાંતિ થઈ. જીવ કાંઈક હેઠો બેઠો. ધીરે ધીરે સ્વસ્થતા આવી એટલે ચતુરને પૂછ્યું.
હું આય! કુમાર કયાં ગયા છે ? શા માટે ગયા છે ?
ચતુર – હું દયાળુ નરનાથ ! કુમારશ્રીએ એ બાબત મને કાંઈ જણાવ્યું નથી. હુ ચતુર છું એટલે મેં જાણી લીધુ છે. અનુમાનથી મને એ વાતની જાણ થઈ ગઈ છે.
,,
“એએશ્રી જયસ્થળ ગયા હશે. ” કારણ કેશ્રી નંદાખા
( શ્રી ન...દિવનના માતા ) ઉપર તથા શ્રી પદ્મરાજા ઉપર બહુ પ્રેમ છે. એટલે હું અનુમાનથી આ જણાવી રહ્યો છું. કુમારશ્રી જયસ્થળ સિવાય ખીજે કયાંય જાય, એ મને લાગતું નથી.
રાજાએ ચતુરની પ્રશંસા કરી અને ઘણું ઇનામ આપ્યું. આ અનર્થાંનું મૂળ દુ ખમત્રી છે એમ જાણ થતાં, એને એના પરિવાર સાથે દેશ બહાર કર્યાં.
આ વખતે જ મહારાજાશ્રી અને રાણીબાએ પ્રતિજ્ઞા