________________
કનક શેખર
૩૧૭
કારણે અને વધુ સંપર્ક થવાના કારણે અમને પરસ્પર સ્નેહ થયે અને અમે મિત્ર બન્યા. અમારી દોસ્તી અતિગાઢ બની ગઈ
એક દિવસે એકાંતમાં મેં કનકશેખરને પૂછ્યું. તમે તમારા પિતાજીના અપમાનના કારણે એ રાજ્ય તજી અહીં પધાર્યા છે, એ સંબંધમાં મારે તમને પૂછવા ઘણા વખતથી મન હતું પણ આજે મિત્રતાના લીધે જાણવાની દષ્ટિએજ પૂછું છું, કે “ પિતાજી એ આપનું કેવી રીતે અને શા કારણે અપમાન કર્યું હતું. આપને વાત કહેવામાં વાંધે ન જણાતો હોય તેજ અમને જણાવે.” શમાવહ ઉધાનમાં દત્તમુનીશ્વર પાસે વ્રત સ્વીકાર
કનકશેખરે જણાવ્યું કે, મારા પિતાશ્રી કનફ્યૂડ અને માતા શ્રી ચૂતમંજરી મને વ્હાલ પૂર્વકજ રાખતા હતાં. આનંદપૂર્વક કુમાર અવસ્થામાં કુશાવર્તનગરમાં રહેતે હતે.
* એક દિવસે હું આનંદ-પ્રમેદની ખાતર રમતા મિત્રોની સાથે નંદનવન સમા રળીયામણા “શમાવહ ઉદ્યાનમાં પહોંચી ગયે.
* શમાવહ ઉદ્યાનમાં શેકનાશક અશોક વૃક્ષના તળે સાક્ષાત ધર્મમૂતિ એક મુનીશ્વર ધ્યાન મગ્ન બેઠા હતા. મુનીશ્વરનું નામ “દત્ત” હતું. અમે સૌએ મુનીશ્વરને નમસ્કાર કર્યા મિત્રોની સાથે હર્ષ પૂર્વક મુનીશ્વરની સન્મુખ