________________
૨૯૪
ઉપમિતિ કથા સારદ્વાર
જ્યાં આવા શુભ અધ્યવસાયે થાય ત્યાં બાળને દુષ્ટ અધ્યવસાયે કેમ થાય? એ માટે જણાવવાનું કે, એનું નામ જ આપના શંસયનું નિરાકરણ કરે તેમ છે. પૂ. આચાર્ય ભગવતે પણ એનું કારણ જણાવી દીધું છે. અકુશળમાળા અને સ્પર્શન એનાં શરીરમાં હતા.
વળી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવડ અને ભાવની અપેક્ષા રાખીને અધ્યવસાયમાં શુભ અને અશુભપણું થતું હોય છે. પ્રશસ્ત દ્રવ્ય, ક્ષેત્રાદિ પ્રાપ્ત થતાં કેટલાક આત્મા
૧ કય-સારા નરસા પદાર્થો, સાધન, કર્મવર્ગહા. ચાથી નિંદા ઘટે, દારૂદ્રવ્ય ઘેન લાવે. આ દ્રવ્ય પ્રભાવ ગણાય.
૨ ક્ષેત્ર—ઘર, ગામ, જંગલ, આકાશ, પાતાળ ભૂલોક વિગેરે. સ્થળ પરત્વે જે વસ્તુ સર્જાય છે. શ્મશાન ક્ષેત્રમાં ભય લાગે અને કાળાંતરે ત્યાં વસવાટો થતાં ભય ટળે. ગામમાં નિર્ભયતા અને વનમાં ભય એ ક્ષેત્રપ્રભાવ. તીર્થસ્થળમાં મનઃ નિર્મળ બનવું અને કુરક્ષેત્રમાં કુર બનવું એ ક્ષેત્ર પ્રભાવ.
૩ કાળ- સવાર, બપોર, સાંજ, રાત, દિવસ, શીયાળો, ચોમાસુ, ઉનાળો વિગેરે, ચોમાસામાં વર્ષો પડે અને ધાન્ય પાકે, શીયાળામાં ઘઉં વિગેરે થાય. ઉનાળામાં કેરી આવે. આ કાળપ્રભાવ ગણાય.
જ ભવ- મનુષ્ય ભવમાંથી જ મોક્ષે જવાય. દેવતાઓને ત્રણ જ્ઞાન કે ત્રણ અજ્ઞાન સદા માટે હેય. પંખી આકાશમાં ઉડી શકે. વિગેરે ભવપ્રભાવ છે.
૫ ભાવ- દ્રવ્યની પરિણમન શકિત તે ભાવે. તેના પાંચ ભેદ ઉપશમભાવ, ક્ષાયિકભાવે, ક્ષાયોપથમિક ભાવ, સાન્નિપાતિક અને પારિણીમિક ભાવ. ક્ષાયિક સમ્યકત્વ, કેવળજ્ઞાન વિગેરે આવ્યા પછી જાય નહિ.