________________
૨૬૮
ઉપમિતિ કથા સારદ્વાર
પિતાજીએ જ એકવાર જણાવ્યું હતું કે હું જ્યારે જેના પ્રતિ પ્રતિકૂળ બનું છું ત્યારે બાળનું જે બન્યું તેવું એમનું બને છે. જે પિતા પિતાના પુત્ર બાળને પણ નારક જેવી યાતનાઓ આપે તે એમને બીજા પ્રાણીઓ ઉપર પ્રેમ છે એમ કેમ માની શકાય? બીજાનું હિત કરે એ કેમ સંભવે ? ઉત્કૃષ્ટતમ વર્ગની પ્રાપ્તિને ઉપાય
અતિવિશુદ્ધ આશયવાળા સુબુદ્ધિએ ફરી પ્રશ્ન કર્યો. હે ભગવંત! કોના પ્રભાવથી મનુષ્ય ઉત્કૃષ્ટતમ વર્ગના બની શકે ?
આચાર્ય ભગવંતે જણાવ્યું, હે સુબુદ્ધિ! બીજા કેઈન પ્રભાવથી ઉત્કૃષ્ટતમ વર્ગને મેળવી ન શકાય. તે શક્તિને મેળવવાને ઉપાય શ્રી તીર્થંકર પરમાત્માએ ફરમાવેલી દીક્ષા છે. દીક્ષા જે ભાવપૂર્વક પાળવામાં આવે તે એ શક્તિ સહેલાઈથી મળી શકે. - મનીષીએ વિચાર કર્યો કે ઉત્કૃષ્ટતમ દશા પામવા માટે દીક્ષા અગત્યનું કારણ છે. તે મારે પણ ગુરૂદેવશ્રીના ચરણે દીક્ષા ગ્રહણ કરી, એની ભાવપૂર્વક આરાધના કરવી જોઈએ. આ પ્રમાણે મનીષીના મનમાં મંગળ મનેર થયા
મંત્રીશ્વરે કહ્યું, હે ગુરુદેવ! આપશ્રીએ દેશનાના પ્રારંભમાં ગૃહસ્થ ધર્મ પણ બતાવેલે અને એ ધર્મની અમે