________________
૨૫૪
ઉપમિતિ કથા સારદ્વાર અકુશળમાળા અને સ્પર્શનની અસર તળે દબાયેલા અપવિત્ર બળે કેઈ ને નમસ્કાર ન કર્યો, ન કેઈને વંદના કરી. ગામડીયા ગમારની જેમ બે ભાઈઓની પછવાડે બેસી ગયે. શત્રુમર્દન રાજાનું ઉધાનમાં આગમન :
આચાર્ય ભગવંત ઉદ્યાનમાં પધાર્યા છે એ વાત જિનભક્ત શ્રીસુબુદ્ધિ મંત્રીએ જાણી. મંત્રીએ રાજાને પ્રેરણા કરી અને દર્શન વંદન માટે વિનંતી કરી, - શત્રુમર્દન રાજા આ સમાચારથી ખુશ છે. મહારાણી મદનકંદલી, અન્ય પરીવાર અને પરજને સાથે આચાર્ય ભગવંતને વંદન કરવાની ઈચ્છાથી નિજવિલસિત ઉદ્યાનમાં આવ્યું.
પ્રમોદશેખર જિનમંદિરમાં પ્રવેશ કરતાં અગાઉ રાજાએ વિનય ખાતર રાજ્યના ચિહ્નો ત્યાગ કર્યો. પાંચ અભિગમ જાળવવા પૂર્વક મંદિરમાં પ્રવેશ કરી જિનેશ્વરદેવને સ્તુતિવંદનાદિ કર્યા. ત્યાર પછી આચાર્ય ભગવંત અને અન્ય મુનિવરેને વંદનાદિ કર્યા.
મંત્રી૨ સુબુદ્ધિએ પણ ભક્તિ સભર હદયે જિનેશ્વર દેવની પૂજા સ્તુતિ કરી, મુનીરને દ્વાદશાવર્ત વંદનથી વંદનાદિ કર્યા અને અન્ય મુનિવરેને સંક્ષેપ વિધિથી વંદન કર્યું.