________________
૨૨
ઉપમિતિ કથા સારદ્વાર, બાળને પિતાની શય્યામાં ચેન પડતું નથી. પાણી વિના માછલું તરફડે તેમ મદનકંદલીના વિચારોમાં ભાનભૂલે બનેલ બાલ તરફડે છે.
વાસનાને વશીભૂત થએલો બાળ રાત્રીના પ્રથમ પ્રહરે જ મદનકંદલીના મહેલ ભણી ચાલી નિકળે. હૈયામાં મદનકંદલીના મૃદુ સ્પર્શ સુખ અને વિષય કીડાની વાસના ભરી પડી હતી. * મધ્યમ બુદ્ધિના જોવામાં બાળ આ. સમજી ગયે કે આ બિચારે વાસનાને આધીન બના ભટકવા નિકળે જણાય છે. મધ્યમના હૃદયમાં મનીષીની શિખામણ હતી.
આ વખતે ભાતૃપ્રેમથી આકર્ષાઈને પાછળ પાછળ ન ગયે. - બાળ શત્રુમર્દન રાજાના મહેલના સમીપે પહોંચી
ગયે. આ વખતે રાત્રીને પ્રથમ પ્રહર ચાલતો હતો. અંધકારે પિતાની ઘનશ્યામ ઘટા નગર ઉપર ફેલાવી હતી. છતાં રાજ્યમહેલમાં લેકોની આવ જા ઘણા પ્રમાણમાં હતી. ચોકીદારે કાર્યવ્યસ્ત હતાં. આ અવસરને લાભ લઈ બાળે મહેલમાં પ્રવેશ કર્યો અને રાજાના શયન ખંડ સુધી પહોંચી ગયે.
શયનખંડમાં રત્નની દીપમાળે જળહળી રહી હતી. ખંડના મધ્યભાગમાં ઉંચે, વિશાળ અને મહામૂલ્યવાન એક પલંગ ગોઠવાએલ હતો. પલંગ ઉપર તાજા પિંજેલા રૂવાળા મખમલથી મઢેલા ગાદલાં પાથરેલ અને એના ઉપર સ્વચ્છ ધવલ ઊત્તરીય ઓછાડ બીછાવવામાં આવેલ. કુંદન