________________
આળની. વિબનાઓ
૨૩૩ આવી રહ્યો છે અને બારણુ પાસે ઉભા હી બાળ અને મધ્યમની વાત સાંભળી. ધીરે ધીરે અંદર પ્રવેશ કર્યો એટલે બંને જણાએ ઉચિત સત્કાર કરી બેસવા માટે આરામ આસન આપ્યું.
મનીષીએ ખબરસાર પૂછતાં પૂછતાં વચ્ચે મધ્યમ-બુદ્ધિને પૂછ્યું, ભાઈ ! મધ્યમ! તું શોકજનક વાતે શા સારૂ કરતા હતા?
શકાતુર હૃદયે મધ્યમબુદ્ધિએ “ઉધાન ગમન, કામદેવ મંદિરની ઘટના, બાળનું શયનમાં સુઈ જવું, વ્યંતર ઉપદ્રવ, મદનકંદલીને સ્પર્શ, લોકેને માર અને તિરસ્કાર, રાત્રે મદનકંદલીના મહેલ ભણી જવું, વિદ્યાધર દ્વારા અપહરણ અને ત્યાં થએલા કષ્ટ, બાળ માટે પોતે વેઠેલી આપદાઓ, નંદરાજપુરૂષ પાસેથી બાળની પ્રાપ્તિ વિગેરે તમામ વાતનું વિગતવાર નિવેદન કરી બતાવ્યું.”
આ બીના મનીષીના જાણમાં તે હતી જ, તે પણ પિતે તદ્દન અજાણ છે એવા મુખના આશ્ચર્ય પ્રદર્શક ભાવે બનાવી બોલ્યા “અરેરે બાળને ઘણાં કષ્ટોનાહક સહેવા પડયા?”
જે કે મેં પહેલાંથી જ બાળને જણાવેલ હતું કે આ સ્પર્શનની મિત્રતા સારી નથી. સ્પર્શનના પ્રતાપે બાળ કેવી વિડંબનાઓની આંટીમાં આવી ગયે? સ્પર્શન દેખાવમાં અને બેલવામાં સારે જણાય છે પણ પરિણામે મહા ભયંકર છે. ઘણુંને ભેળવી ફસાવ્યા છે અને દુઃખના ખાડામાં પટક્યા છે.