________________
====
૧૮૮
ઉપમિતિ કથા સારદ્વાર પછીથી હિતાશિક્ષા આપવાનું પણ બંધ કર્યું.
કાળવિષ” સર્પ જેને ડંખે હોય, તેને મહામાંત્રીકે કે ગારૂકે પણ શું કરી શકે? જીવાડવા અસમર્થ બને છે. તેમ આ બાળને પણ સ્પર્શનના સંસર્ગથી કઈ મુક્ત કરાવી શકે એમ નથી.
મનીષકુમાર મૌન રહી ત્યાંથી ચાલ્યા જાય છે. કોઈ દિવસ પણ હિતશિક્ષા આપતાં નથી. હદયમાં એના પ્રત્યે કરૂણા બુદ્ધિ રાખ્યા કરે પણ આચરણમાં માધ્યસ્થભાવને અપનાવ્યું.