________________
સાનપંચમી, મૌન એકાદશી, રોહિણી વિગેરે ઉપદેશક ગ્રંથમાં આવી કથા પદ્ધતિ જોઈ શકાય છે.
કહેવાને ભાવ એજ છે કે કથાનું પ્રભુત્વ નાના નાના ભુલકાંઓથી લગાવી સુઝ અને વૃદ્ધ વ્યક્તિઓના જીવનમાં પણ હોય છે. કથા વાંચતાં અન્ય ચિત્ત થતું નથી. માનસિક નિયંત્રણ સ્વતઃ અલ્પ પરિશ્રમે એ સમયે થતું અનુભવાય છે,
આ ગ્રંથ પણ એક કથાગ્રંથ છે, છતાં બીજા કથાગ્રંથ કરતાં આમાં વિશેષ વિશિષ્ટતાઓ જોવા મળે છે. આ કથા રૂપકકથા છે, છતાં એમાં આવતી દરેક ઘટનાઓ દરેકના જીવનમાં કયારેને કયારે સ્પશી ચૂકેલી હોય છે. કેટલી ઘટનાઓ વર્તમાન સમયમાં પણ આપણું સૌના જીવનમાં અનુભવાતી હોય છે. આ તથ્ય વાચક સૂક્ષ્મબુદ્ધિથી વિચારશે તો એને સ્વતઃ જણાઈ જશે.
ઉપમાન કથાગ્રંથને આવી આગવી ખૂબીથી હજુ સુધી કઈ આલેખી શક્યું હોય એ જાણી શકાયું નથી. કાલ્પનિક કથાગ્રંથો ઘણું છે. પણ ઉપમા છતાં સ્વાનુભૂતિમાં આવે, એમ ઉભય ગુણયુક્ત કથાના દર્શન થવાં દુર્લભ છે. * આ ગ્રંથ રૂપકકથાનો હોવા છતાં એમાં ખૂબીથી તત્ત્વજ્ઞાન વણું લેવામાં આવ્યું છે. સ્પર્શનાદિ પાંચ ઈન્દ્રિયે, ક્રોધાદિ કષાયની ભયાનકતા, કર્મવાદ, એના બાહ્ય –આંતર પાત્રો, મનોવિકાર, વિશ્લેષણ યોગ્યસંયોજના, રોચકશેલીથી લેખન આ વિગેરે બાબતો ગ્રંથકાર પ્રતિ નતમસ્તક બનાવી દે છે.
મૂળગ્રંથનું નામ શ્રી “ઉપમિતિ ભવપ્રપંચ કથા” છે. અને પૂજ્ય પ્રવર પુણ્ય લેક સિદ્ધહસ્ત કથાકાર મુનિવરેન્દ્ર શ્રી સિદ્ધપિ ગણિવર દ્વારા એ વિરચિત છે. એ ગ્રંથ વિશાળકાય અને