________________
સ્પર્શન કથાનક
૧૬૩ છે કે “તમારે પ્રેમ સદાને રહેજે, એને વિયેગ કદી ના થો એમાં ભંગાણ ન પડજો હળીમળી પ્રેમ પૂર્વક સંપીને રહેજો.”
પણ એ વખતે મનીષીની માતા શુભ સુંદરીને વિચાર આવે છે કે, આ પાપમિત્ર સાથે મારા પુત્રની મિત્રતા થાય એ વસ્તુ મને ઈષ્ટ નથી. સ્પર્શન ખરી રીતે મિત્ર નથી પણ શત્રુ જ છે. મહાઅનર્થોની પરંપરા ઉભી કરનાર છે. દુખના દાવાનળમાં મૂકી ભાગી છૂટનારે છે, પહેલાં ઘણીવાર એણે મને કનગડગત કરી છે. તેની સાથે આપણે જરાય મેળ મળે તેમ જ નથી.
અહીં શાતિનું માત્ર એક કારણ છે મારા પુત્ર મનીષીના મુખના ભાવે અને આંખના ભાવોથી એમ જણાય છે કે એને સ્પર્શને ઉપર ખાસ રાગ જણાતું નથી. આટલું મારે મન સંતેષ જનક છે.
આ જાતને વિચાર કરીને ગંભીર હૃદયવાળી શુભસુંદરી મૌન રહી. એક પણ શબ્દ બેલી નહિ. | મધ્યાહુનને સમય થયે એટલે સભા વિસર્જન થઈ અને સૌ પોતપોતાના સ્થાને ગયા.
મીનીષીની સ્પર્શન માટે વધુ વિચારણા અને મૂળશાધનો પ્રયત્ન
પ્રથમ દિવસથી રોજ રોજ બાળ અને સ્પર્શનની મિત્રતામાં વધારે થતું જાય છે. મનીષી હજુ સ્પર્શન ઉપર પૂર્ણ વિશ્વાસ ધરાવતું નથી, તે પણ સ્પર્શન બંને કુમારના પડખાંને જરાય છોડતો નથી. રાત દિવસ, અંદર બહાર બધે. સાથેને સાથે જ રહે