________________
નંદિવર્ધન
૧૬૩ અને અલપ સમયમાં મેં લગભગ દરેક કળાઓને અભ્યાસ સહેજ પરિશ્રમમાં પૂર્ણ કરી લીધું.
બુદ્ધિરૂપ નૌકામાં બેઠેલા મને પુણ્યરૂપ પવનની સહાયતા મળી એટલે કલારૂપ સમુદ્રને પાર ઘણું જ સહેલાઈથી હું પામી શકે.
મારે પ્રિય મિત્ર વૈશ્વાનર પણ અભ્યાસના વખતે પણ સાથે જ રહેતો જ્યારે એ મિત્ર મને ભેટતો ત્યારે મારે રૂવાબ કોઈ એર પ્રકારને જ બની જતા.
વેશ્વાનર જ્યારે મને ભેટતે હોય ત્યારે મારા સહાધ્યાયી સાથે લડવું, ઝગડવું એ તે રમત જેવું લાગતું. કોઈ સહાધ્યાયીની ચાડી–ચૂગલી કરવી એ મારે મન તદ્દન સરલ હતું. અસત્ય બેલવું એ મારી આદત બની ગએલી અભ્યાસને છેડી મેં ઝગડવું પસંદ કર્યું.
કોઈ હિતસ્વી મને હિતબુદ્ધિએ બેશબ્દ કહે તે હું એ સાંભળવા તૈયાર ન હતે. ભલેને ગમે તે પરગણું ગમે તેટલી હિતશિક્ષા આપે પણ સાંભળનાર કેણ હતું ? મને એની કોઈ અસર થતી જ નહિ.
સહાધ્યાયી રાજપુત્રો મારા તેફાને અને ત્રાસથી ખૂબ જ કંટાળી ગયાં હતાં. તે પણ માતા-પિતાની આજ્ઞાના કારણે અહીં કળા અભ્યાસ કરતાં હતાં.
એ રાજપુત્રોનું મન મારા કારણે અહીં અભ્યાસ કરવા ૧ સહાધ્યાયી–સાથે ભણનાર વિદ્યાથી Class Felows.