________________
નવિધ ન
૧૩૧
આ જાતના વિચાર કરી ઉદારદિલ પુણ્યાય પૂર્વની જેમ જ રાજકુમારની પાસે જ ગુપ્તપણે રહી જાય છે. અસલ્યવન અને અભિમાન
આ બાજુ બાહ્ય પ્રદેશમાં પણ ઘણાં રાજપુત્રો મારા મિત્રો હતા. એ બધાની સાથે જુદી જુદી રમતગમત રમતા અને આનંદથી સમય વિતાવતા.
રાજપુત્રો ભાયાત થતા હતાં અને ખીજા ક્ષત્રિય કુમાર પણ હતાં. કેટલાક મારાં કરતાં મેટા અને કેટલાક મળવાન પણ હતાં, છતાં ભયકર ભારીગને જોઇ નાના માળ એ તેમ વૈશ્વાનર સાથે મને જોઈ આ રાજકુમારી ડરતાં રહેતાં હતાં.
એ સૌ .મને નમસ્કાર કરતાં, વિનય પૂર્વક મીઠી ભાષાથી મારે સાથે વાતા કરતા. મને ખુશ રાખવા પ્રયત્ન કરતા. પાયદળ સૈન્ય વિગેરે જેમ રાજાની આજ્ઞા સ્વીકારે તેમ આ કુમારે ને હું થપ્પડ મારૂ, મુક્કા કે પટુ મારૂં તા પણ સહન કરતા હતાં. મારી આજ્ઞાનું પણ પાલન કરતા હતાં.
ક્ષત્રિય કુમારા મારાથી દબાતાં રહેતાં એમાં જો કાઈ કારણ હાય તે। અચિત્યશક્તિસ`પન્ન એવા પુણ્યાયની મિત્રતા હતી, છતાં મારા હૃદયમાં એ વાત રૂચતી નહિ અને હું' એ માનતા પણ નહિ.
૧ ભારી ગ–ભયંકર સપ