________________
વિકલાક્ષનિવાસ નગર પ્રતિ
૧૧૫ તું એ જે કહે તે શાંતિપૂર્વક સાંભળી લે. પછી હું જ તને એ ઘટના પૂર્ણ રીતે સમજાવીશ.
રાજકુમાર ભવ્યપુરૂષે એ કબુલ્યું. સારૂં માતા પછી સમજાવજે.
ઉપસંહાર: હે મહાનુભાવે ! અત્યંત કિલષ્ટ કર્મોના બંધનથી બંધાએલા સંસારીજીવના તિર્યંચ ગતિમાં થયેલા ફિરાઓનું વર્ણન કર્યું. સંસારીજીવ કેવી રીતે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી આ એ વિગતવાર જણાવ્યું. હવે મનુજગતિમાં કેવા પરિભ્રમણે કરે છે અને ત્યાં કેવી ઉન્નતિ અને આવનતિ થાય છે તે શાંતિથી સાંભળજે.