________________
9
ઉપમિતિ કથા સારોદ્ધાર
બધા વચ્ચે જીભથી કેમ ઉચ્ચારૂં ? મારી જીભ ચાલતી નથી. માટે કૃપા કરી એકાંત જગ્યા જણાવા તે ત્યાં હું ખુલ્લા હૃદયથી એ સત્ય ઘટના સંભળાવી દઈશ. આ પ્રમાણે સંસારીજીવે જણાવ્યું.
શ્રી સદાગમ સભા તરફ નિહાળે છે. સભાજના વિવેકી અને શાનમાં સમજે તેવા હતા એટલે તરત જ ઉભા થઈ જાય છે અને દૂર પ્રદેશમાં જઈ એસે છે.
પ્રજ્ઞાવિશાલા પણ ઊભી થઈ દૂર જવા તયાર થઈ ત્યારે શ્રી સદાગમે જણાવ્યું, હે ભદ્રે ! તારે અને રાજપુત્રે જવાની જરૂર નથી. અહીં જ બેસા અને સંસારી જીવ જે કથા કહે તે સાંભળે.
એ સ્થાને શ્રી સદાગમ, પ્રજ્ઞાવિશાલા, અગૃહીતસ કેતા, · ભવ્યપુરૂષ રાજપુત્ર, સંસારીજીવ તસ્કર આટલાં જ રહ્યાં. આ ચારમાંથી મુખ્ય રીતિએ સંસારી જીવ અગૃડીતસ કેતાને જ અનુલક્ષીને પેાતાની અનુભવેલી વિડ ંબનાથી ભરપૂર કથા હેવી ચાલુ કરે છે.