________________
ભવ્યપુરૂષને જન્મ
૬૩ આંગીરચાવું” વિગેરે દેહલા થવા લાગ્યા અને મહારાજાએ તે બધા જ દેહુલા પૂર્ણ કર્યા.
આ રીતે ગર્ભની સુંદર સંભાળ થતાં તેના દિવસે પૂર્ણ થવા આવ્યા અને એકદા મધ્યરાત્રિએ જ્યારે શુભદિન, શુભઘડી, શુભળો અને શુભમુહૂર્તને વેગ આવ્યું ત્યારે આ બાળકને જન્મ થયે.
મહારાજાને મંગળ સમાચાર જણાવ્યા, એમણે પુત્રને ઉચિત રીતે જમેન્સવ કરાવ્યું અને “વ્યપુરૂષ એ પ્રમાણે પુત્રરત્નનું શુભનામ સ્થાપ્યું. પરંતુ મહારાણીએ “સુમતિ એ નામ રાખ્યું. આ રીતે સુમતિ અને ભવ્યપુરૂષ એમ બે નામથી રાજકુમાર ઓળખાવા લાગ્યા.