SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નદિસૂત્રનાં પ્રવચનો આ દિ બેલ બેલ ને બાલ કર્યા જ કરે છે. આ વાત સાંભળે ને તે વાત સાંભળે. એને બીજે શે ધંધ? બસ, બેલી બેલીને માથું પકવી દે છે. અને આ લક્ષ્મી તે ઘરે ઘરે ભટક્યા જ કરે છે. આજે આ ઘરે તે કાલ વળી બીજાં ઘરે, એમ ભટક્યાં જ કરે છે. આજે એકને કરેડપતિ બનાવે, કાલે વળી બીજાને પૈસાદાર બનાવે, વળી એને કંગાળ બનાવીને બીજાને ઘરે જાય. આમ મારે તે બે ય રીતે દુઃખ છે. આ માથું પકવે ને આ ઘરેઘર ભટકે છે. અને દીકરે કેણ? તે કામદેવ. એનું નામ પ્રદ્યુમ્ન છે. એ જ્યાં જાય ત્યાં–ગલીમાં ને શેરીમાં, શહેરમાં ને ગામડામાં–બધે તેફાન અને રંજાડ કર્યા જ કરે છે. બીજું કાંઈ કામ જ નહિ. અને પાછે એ કે છે?નિવાર, એને કાંઈ કહેવાય પણ નહિ. અને સૂવાનું કયાં? તે શેષનાગ ઉપર સૂઈ રહેવાનું. હજાર મોઢાંવાળે શેષનાગ! ક્યારે કુંફાડે મારશે, ને કરડશે? એની ખબર ન પડે. અને શમ્યા કયાં રહેલી છે? તે દરિયામાં. આ અગ્યારશે સૂઈ જશે. અને એમનું વાહન કયું? તે ગરુડ. એના પર બેસવાનું. એની પીઠ એવી ખરબચડી કે આપણે પણ છોલાઈ જઈએ. આમ દીકરાનું, પત્નીનું, વાહનનું, ને સૂવાનું–કેઈનું ય સુખ નથી. એટલે એની ચિંતામાં શ્રીકૃષ્ણ લાકડું બની ગયા.
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy