SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ શ્રી નંદિસૂત્રનાં પ્રવચને. ચંડકેશિયા તરફ નથી. અને “આ મારે ભક્ત છે એવો રાગ એમને ઈન્દ્ર ઉપર નથી.બંને પ્રત્યે સમભાવ જ એમનાં હદયમાં ભર્યો છે. ભગવાને નાટકીયાની જેમ માત્ર કહી નથી બતાવ્યું, પણ પિતે કરી બતાવ્યું છે. આ સમભાવ જ્યારે શત્રુ અને મિત્ર પર તને. આવશે. ત્યારે જ તારું કલ્યાણ છે. કારણ તું ધારે તે પણ કેઈનું બગાડવા કે ખરાબ કરવા સમર્થ નથી. એમ તું કોઈનું સુધારવા પણ સમર્થ નથી. કેઈનું બગાડવું કે સુધારવું, એ તાસ તાબાનું નથી. આ જણાવવા માટે જ ભગવંતે કીધું નહિ, પણ કરી બતાવ્યું. સંગમ નામના દેવે ભગવાનને ઘેર ઉપસર્ગો કર્યા. ભગવાન પર એણે કાળચક મૂકયું, અને ભગવાનને ઢીંચણ સુધી જમીનમાં પેસાડી દીધા. તે ય ભગવાન અચલ જ રહ્યા. ભગવાનને જેણે જેણે ઉપસર્ગો કર્યા છે, તેઓ છેવટે ભગવાન પાસેથી પ્રતિબધ મેળવીને અને ક્ષમા માગીને જ જાય છે. પણ આ સંગમદેવ તે અભવ્ય આત્મા હતે. એને એવા પરિણામ જ ન થાય. એને કઈ દિ’ પ્રતિબંધ. થાય જ નહિ. છતાં જ્યારે એનું ભગવાન પાસે કાંઈ ચાલ્યું નહિ, એ ઉપસર્ગ કરીને થાકી ગયે, ત્યારે એ પાછે જાય છે. તે વખતે ભગવાનની દષ્ટિ એના પર પડે છે. ભગવાનને ત્યાં કરૂણા આવી જાય છે કે – આ જીવ મારી પાસેથી કાંઈ પણ.
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy