________________
છ બનાવવા
મૈકાનાગ્રહી પ્રવચન પશુગ
जयति भुवनैकभानुः, सर्वत्राविहत केवलालोकः । नित्योदितः स्थिरस्तापवर्जितो वर्धमानजिनः ॥ १ ॥ जयति जगदेकमङ्गल - मपहतनिःशेष दुरितघनतिमिरम् । रविविम्बमिव यथास्थित- वस्तुविकाशं जिनेशवचः ॥ २ ॥
ભગવાન મલયગિરિ મહારાજા આ ન ંદિસૂત્રનું વિવેચન કરતાં પ્રથમ મગલાચરણ કરે છે. દરેક કામમાં મંગલાચરણ કરવું જ જોઈએ. આપણે ઘરેથી મ્હાર જઇએ–નીકળીએ, તે ય નવકાર ગણીને જ નીકળીએ છીએ. એમ અહીં પણુ –કાની સમાપ્તિ માટે, વિજ્ઞોના નાશ માટે, અને વડીલે – પૂર્વના મહાપુરૂષો—કરતાં આવ્યાં છે એટલે એ આપણી સામાચારી-આચાર બની ગયેલ છે માટે, આ ત્રણ કારણે મંગલાચરણ કરવું' જ જોઇએ.
મલયગિરિ મહારાજા ભગવાન મહાવીરના તીથમાં થયાં છે, એટલે પ્રથમ તેમનુ મંગલાચરણ કરે છે.
ભગવાન મહારાજા કેવાં છે? તા સૂર્ય જેવાં છે. દુનિયામાં અદ્વિતીય સૂ ભગવાન છે, કેમ કે—આ જગતના
ન. પ્ર. ર