________________
પરિશેષ-૧ કશું નહીં. તે પણ નીચે ત્રણ મીંડાની આકૃતિ કરે છે. કંઈ નથી, છતાં કંઈ નથી” એ જણાવવા માટે મીંડાની આકૃતિ છે, તે પછી સાક્ષાત જે પરમાત્મા છે, તેને જણાવવા માટે તે આકૃતિની જરૂર છે જ.
(૧૮) સર્વ ની દેશના એક જ હોય પણ પાત્રભેદે જુદી રીતે પરિણત થાય. વરસાદનું પાણું એક જ છે. પણ પાત્ર ભેદે જુદી રીતે ભાસે. સ્વાતિમાં વર્ષાનું પાણું છીપમાં પડે તે મેતી થાય. સર્પના મુખમાં પડે તે ઝેર થાય. તેવી રીતે દેશનાના પણ પાત્રભેદે ભેદ થાય. નયની અપેક્ષાએ દેશનાના ભેદ થાય.
(૧૯) મગજરૂપી વાસણ દુર્વાસનાઓથી ખાલી થાય. ત્યારે ચિત્તને નિર્મળ બનાવાય. અને ચિત્તની નિર્મળતા થાય ત્યારે લાંબા કાળના એકઠા થયેલાં કર્મો જ પ્રારબ્ધ અને સંચિત બે પ્રકારના છે તે કર્મો–ઓછાં થાય.
૨૦ સપુરુષની દૃષ્ટિ આપણા પર હોય તે આપણું કલ્યાણ થાય. પુરુષોની ભાવના આપણા કલ્યાણ માટેની. હોય તે પણ કલ્યાણ થાય. અને પુરુષોને હાથ આપણુ. પર પડે તે પણ આપણું કલ્યાણ થાય.
૨૧ એક વિવેકવાન આત્મા છે. બીજે અજ્ઞાની છે.. બંનેને કર્મ તે ઉદયમાં આવે. પરંતુ જ્ઞાની-સમજણવાળા. જીવને દુઃખમાં પણ સમભાવ રહે અને અજ્ઞાની જવા અધયથી મુંઝાય છે, તેને કલેશ થાય છે.