________________
* “જ્યારે ભગવાન મહાવીર મહારાજાના શ્રીમુખે રાજા શ્રેણિકે પહેલાં સાંભળ્યું કે “પ્રસન્નચંદ્ર તે વખતે મરત તે સાતમી નરકે જાત ! અને થોડીવાર પછી સાંભળ્યું કે હવે એ મરે તે સર્વાર્થસિદ્ધ-અનુત્તર વિમાનમાં જાય.” આ સાંભળીને રાજાને સંદેહ થયે. તેણે પ્રભુને પૂછયું : ભગવાન ! હું અજ્ઞાન છું. સર્વજ્ઞની વાણી અન્યથા હોય નહિ. છતાં મને સંદેહ થાય છે કે આ વિષયમાં આપે છે પ્રકારના ઉત્તર કેમ આપ્યાં ?
પ્રભુએ કહ્યું? રાજન! તે એ મુનિને વંદન કર્યું ત્યારે તે રૌદ્રધ્યાનમાં પડયાં હતાં. તેથી તે વખતે તે નરકમાં જવા યોગ્ય હતાં. અને અત્યારે તે શુકલધ્યાનમાં છે. તેથી અત્યારે અનુત્તરમાં જવા ગ્ય છે.
એટલે રાજાએ પુનઃ પ્રશ્ન કર્યો પ્રભો! એ મહામુનિને રૌદ્રધ્યાન કયાંથી આવ્યું અને અત્યારે શુકલધ્યાન પાછું કયાંથી આવ્યું?
સ્વામીએ કહ્યું : “રાજન ! તારાં લશ્કરના અગ્રભાગના બે સૈનિકેની વાતચીત પરથી પ્રસન્નચંદ્ર જાણ્યું કે “મારા નાના દીકરા-જેને હું રાજય સેંપીને આવ્યું છું, તેને મારાં જ મંત્રોએ મારી નાખીને રાજય પડાવી લેવા તૈયાર થયા છે.” આ સાંભળ્યા પછી એ મુનિના અંતરમાં પુત્રમેહ જાયે. એ પિતાના ચારિત્રને ભૂલી ગયાં. તેમણે ત્યાં જ મને મન પેલા મંત્રીઓ સાથે લડાઈ આદરી દીધી.